મોડાસામાં આતંકવાદી ઝડપાતાં અરવલ્લી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એસપીને આવેદનપત્ર આપી કોમ્બિંગની માંગણી કરાઇ....


મોડાસામાં દેશ વિરોધી સમાજ વિરોધી પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણ આવતા બંધ થયું હોવાનું મનાઈ રહ્યું હતું ત્યારે જ મોડાસા નગરમાં જ રહેતા અને અલ કાયદા જેવી આતંકવાદી સંસ્થા સાથે જોડાયેલ આતંકી ઝડપાતાં મોડાસાએ ફરીએકવાર દેશભરમાં ચર્ચાઓ ચગાવી છે .ગુજરાત એટીએસે ઝડપી પાડેલા આતંકી ને કડકમાંકડક સજા થાય આતંકીને મદદ કરનારા તેના સાગરિતોને પણ સત્વરે ઝડપી લેવાય તેમજ સંવેદનશીલ મોડાસા નગરમાં અશાંત ધારો લાગુ પાડી વ્યાપક પણે કોમ્બીગ હાથ ધરાય તેવી માગ વિશ્વ હિન્દુ પરિષદે ઉઠાવી છે  વીએચપી ના જિલ્લા પ્રમુખ સંજય ભાવસાર(બુલેટ) સહિતના અગ્રણીઓ દ્વારા જિલ્લા ડીએસપીને આવેદનપત્ર આપી કેટલાક મદ્રેસાઓમાં ચાલતી પ્રવૃત્તિઓ સામે સાર્વજનિક  હોસ્પિટલ વિસ્તારમાં બાંધવામાં આવેલી મસ્જિદ અંગે તપાસ હાથ ધરવા અને જિલ્લામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી રોહિન્ગયાઓ સહિત તેમને મદદ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેદનપત્ર દ્વારા માંગ કરાઈ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P