નગરપાલિકાનું ખાડે ગયેલ તંત્ર એક મહિનાથી ખુલ્લી ગટરોથી વેપારીઓ અને લોકો ત્રાહિમામ


મોડાસા નગરપાલિકાના ગોકળગાય ગતિ કામથી જુના પોલીસ સ્ટેશન બજાર વિસ્તાર પરાગ સ્ટુડિયો સામે મહિના પહેલા શરૂઆતમાં આવેલા વાવાઝોડામાં એક તોતીંગ વૃક્ષ  તૂટી પડેલ જેની સાથે વીજળીના થાંભલા પણ તૂટી પડેલ જે તે વખતે નગરપાલિકા દ્વારા જેસીબીની કામગીરી હાથ ધરેલ તે વખતે જેસીબી ના વજનથી નગરપાલિકાની ગટરો તૂટી જઈને ખુલ્લી પડી ગયેલ છે જે જૈસેથે હાલતમાં છે ખુલ્લી તૂટી  ગટરોને ઢાંકવાની કે બંધ કરવાની કયા કારણસર કાર્યવાહી હાથ ધરાતી નથી આ ગટરને અડીને આવેલ પાંચેક દુકાનોમાં અવરજવર કરવામા ભારે આફત રૂપ બનેલ છે આ બજાર વિસ્તારના માર્ગેથી શાળા જતા બાળકો વૃદ્ધો તેમજ મોટી સંખ્યામાં લોકો અવરજવર  કરે છે જેઓને અકસ્માતના ભય નો ડર રહે છે આની અસર ધંધા રોજગાર પર પડેલી છે આ અંગે નગરપાલિકા તંત્રનું વારંવાર ધ્યાન દોરવામાં આવેલ છતાં તંત્ર આંખ. આડા કાન કરતું હોવાથી આગામી સમયમાં  આ અંગેની કામગીરી હાથ નહીં જરાય તો આ વિસ્તારનાવેપારીઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની  વિચારણામાં છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P