અરવલ્લી જિલ્લા મોડાસાનાબે યુવકો અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરીમાં ઝડપાયા...

અમદાવાદ શહેર પોલીસ દ્વારા ડ્રાઈવ દરમિયાન મેકેડ્રોનનો નો મોટો જથ્થો ઝડપાયો બાતમી આધારે એસોજીની ટીમે અમદાવાદના નિકોલ વિસ્તારમાં વોચ ગોઠવી પોલીસની વોચ દરમિયાન બે યુવાનોને (MD) મેકેડ્રોનનો 481 ગ્રામ 410 મિલિગ્રામ જથ્થા સાથે ઝડપી લીધા હતા.પોલીસે રૂપિયા 48/,94/,100


રૂપિયાના MD મેકેડ્રોનન ડ્રગ્સ તેમજ અન્ય મુદ્દામાલ સાથે કુલ રૂપિયા 49,05,120/ ની વસ્તુઓ જપ્ત કરવામાં આવી અમદાવાદ ભક્તિ સર્કલ નિકોલ પોલીસ સ્ટેશન રોડ એચપી પેટ્રોલ પંપ પાસે આવકાર હોમ્સ બિલ્ડીંગ વચ્ચે ઝડપાઈ ગયેલા બંને વ્યક્તિઓ મોડાસાના હોવાનું બહાર આવ્યું હતું.MDમેકેડ્રોન ડ્રગ્સની હેરાફેરી કરી રહેલા ઝડપાયેલ આરોપીના નામ 

(1) પિયુષભાઈ સોમાભાઈ પટેલ ઉંમર વર્ષ 39 રહેવાસી તિરૂપતિ ગોકુલધામ સોસાયટી મોડાસા 

(2‌) સચિનસિહ પ્રફુલસિંહ પુવાર અમરદીપ સોસાયટી જૂની આરટીઓ ઓફિસ મોડાસા પોલીસ દ્વારા ઝડપી લેવાયેલા બે આરોપીઓ પૈકી સચિનસિહ પુવાર પાસેથી પ્રેસનુ ઓળખ પત્ર પણ મળી આવતા તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે અમદાવાદ શહેર પોલીસ દ્વારા એનડીપીએસ એક્ટની કલમ 8(સી) (22)સી 29 મુજબ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P