અરવલ્લી જિલ્લામાં આજે ગુજરાત સરકાર ના દ્વારા માધ્યમિક શાળા ના 162 શિક્ષણ સહાયક ના નિમણુંક પત્ર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા એનાયત કરવા માં આવ્યા


અરવલ્લી જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી મોડાસા દ્વારા શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા અંતર્ગત  બિનસરકારી માધ્યમિક શાળાઓમાં માધ્યમિક શિક્ષકોના ભલામણ પત્ર અને નિમણૂક હુકમ વિતરણ કાર્યક્રમ મોડાસા ખાતે. જિલ્લા શિક્ષણાધિકારી ડૉ.ઉષાબેન ગામિત,શિક્ષણ સમિતિના ચેરમેન શાંતાબેન, સંચાલક મંડળના બીપીનભાઈ શાહ,મહેન્દ્રભાઈ પટેલ, આચાર્ય સંઘના પ્રમુખ એન.ડી.પટેલ, શિક્ષક સંઘના અશોકભાઈ પટેલ,રાકેશભાઈ પટેલ,રાજેન્દ્રભાઈ પટેલ,ધર્મેન્દ્રસિંહ,વહીવટી સંઘના પ્રમુખ કૌશિકભાઇ સોની,કચેરીના ઇ.આઇ.જયેશભાઈ,દશરથભાઈ, એ.ડી.આઇ. જયેન્દ્રભાઈ, નિકુંજભાઈ, ધ્રુવભાઈ, કિર્તીભાઇ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિતરણ કરાયા હતા.કાર્યક્રમમાં 162= માધ્યમિક શિક્ષણ સહાયકોને નિમણૂક પત્રો વિતરણ કરાયા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P