ભારતીય જનતા પાર્ટી મોડાસા શહેર દ્વારા માન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મનકી બાત અને વૃક્ષારોપણના કાર્યક્રમ અંતર્ગત મો
ડાસા શહેર વોર્ડ નંબર 3 ખાતે શહેર મહામંત્રીશ્રી કથન ભાવસાર ના નિવાસસ્થાને કર્મનિષ્ઠ કાર્યકર્તાશ્રીઓ સાથે માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો #MannKiBaat નો કાર્યક્રમ નિહાળી પ્રેરણાત્મક માર્ગદર્શન મેળવ્યું. ત્યારબાદ નગરપાલિકાના બગીચામાં વૃક્ષારોપણ કરેલ આ કાર્યક્રમમાં મોડાસા અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર મહામંત્રી જગદીશ ભાવસાર ભાજપા શહેર પ્રમુખ વિપુલ કડિયા શહેર મહામંત્રી કેતન ત્રિવેદી મોડાસા પ્રદેશ ભાવસાર સમાજના પ્રમુખ પ્રકાશ ભાવસાર વગેરે ઉપસ્થિત રહેલ હતા.