સરકારી વિજ્ઞાન કૉલેજ ઊંઝા દ્વારા વિશ્વ યોગ દિવસની ઊજવણી


ઊંઝા પંથકની ડો આશાબેન પટેલ સરકારી વિજ્ઞાન કોલેજ ઊંઝા દ્વારા ૧૧મા વિશ્વ યોગ દિવસની ઊજવણી કરવામાં આવી હતી. કેમ્પસની બ્રહ્મભટ્ટ આર્ટ્સ કોમર્સ કોલેજના પ્રાંગણમાં યોજાયેલ આ કાર્યક્રમમાં બન્ને કોલેજોના અઘ્યાપકો, બિનશૈક્ષણિક સ્ટાફ  અને NSS - NCC ના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતાં. અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રો ડો નવિનભાઇ પ્રજાપતિ અને ડો ડિમ્પલબેન પટેલે વિવિધ આસનો અને યોગ- પ્રાણાયામનું નિદર્શન કરાવી યોગ પ્રશિક્ષકની જવાબદારી નિભાવી હતી.

પ્રો નવિનભાઇએ યોગ પ્રાણાયામ તેમજ યોગ દિવસના ઐતિહાસિક મહત્વ વિશે વિસ્તૃત સમજ આપી હતી . આ પ્રસંગે આયુર્વેદ હોસ્પિટલ ઊંઝાના ડો હીનાબેન પ્રજાપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ડો એ પી સરકારી વિજ્ઞાન કૉલેજના આચાર્ય ડો જગદીશ એચ પ્રજાપતિ અને આર્ટ્સ કોમર્સ કૉલેજના પ્રિ ડો રાકેશ જી રાવે યોગનું મહત્વ સમજાવી તંદુરસ્તી માટે નિત્ય જીવનમાં યોગ પ્રાણાયામને અપનાવવા આહ્વાન કર્યું હતું. અંતે સૌને યોગ સંકલ્પ લેવડાવ્યા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P