મુંબઈથી અમદાવાદ - હિંમતનગર - રાજસ્થાન રાજયના ડુંગરપુર, ઉદયપુર સુધી સીધી રેલ્વે સેવાનો શુભારંભ કરવા બાબતે રજુઆત કરાઈ હતી.ભિલોડા જન સેવા સંધ - પ્રમુખ - ગિરીશભાઈ ઉપાધ્યાય, બાબુલાલ કુકડીયા સહિત સામાજીક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.સાબરકાંઠા - અરવલ્લી જીલ્લા રેલ વિકાસ સમિતિના સ્થાપક, પ્રમુખ અને અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના રીંટોડા ગામના સામાજીક આગેવાન પ્રફુલભાઈ ડી. ઉપાધ્યાના પ્રયત્નોથી વર્ષ - 2008-09 ના બજેટમાં તત્કાલિન રેલ્વે રાજય મંત્રી - નારણભાઈ રાઠવા દ્વારા રેલ બજેટમાં અમદાવાદ - ઉદયપુર ગેજ કન્વર્ઝનને માન્યતા આપી હતી.સતત પ્રયત્નો દ્વારા ગેજ કન્વર્ઝનનું કામકાજ સમયસર પુર્ણ કરાવવા જે તે સમયના સાંસદ ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ અને સાંસદ દિપસિંહ રાઠોડ અને ઉત્તર - મુંબઈના સાંસદ ગોપાલ શેટ્ટીજી સહિત ઉદયપુરના સાંસદ મીણાજીનો સમન્વય સાધી તેઓના માધ્યમથી ગેજ કન્વર્ઝનનું કામકાજ પુર્ણ કરાવી સાથે - સાથે ઈલેકટ્રિફિકેશનનું કામકાજ પણ પુર્ણ થઈ ગયેલ છે.ગત વર્ષે રેલ્વે દ્વારા બાંદ્રાથી ઉદયપુર સુધીની હોલી-ડે સ્પેશ્યિલની એક ફેરી ચલાવવામાં આવેલી હતી.સા
બરકાંઠા, અરવલ્લી જીલ્લા સહિત રાજસ્થાન રાજયના ડુંગરપુરથી લઈને ઉદયપુર સુધી મુંબઈમાં વસતા હજ્જારો પ્રવાસીઓને સીધી રેલ્વે સેવાની આશા જન્મી હતી.લગભગ દોઢ વર્ષ થવા આવ્યું હોવા છતાં સીધી રેલ્વેની સેવા હજુ સુધી મળેલ નથી, સાબરકાંઠા - અરવલ્લી - સાંસદ - શોભનાબેન બારૈયા દ્વારા હિંમતનગરમાં વેસ્ટર્ન, નોર્થ વેસ્ટર્ન રેલ્વેના પદાધિકારીઓ અને જીલ્લા ક્લેક્ટર સાથેની રેલ્વેની સમસ્યાઓ બાબતે બેઠક બોલાવાઈ હતી.