મોડાસા તાલુકાના એક ગામની એક સહકારી શરાફી મંડળી લિમિટેડ ના વહીવટ કર્તાઓની પોલ ખુલી

 મોડાસા તાલુકાની સંસ્થામાં રોજેરોજ વેપારીઓ તથા અનેક જગ્યાએથી રિકવરી ના નાણા ઉઘરાવતા કર્મચારીએ દવા પી આત્મહત્યા કર્યા હોવાની લોકમુકે ચર્ચાઆ કર્મચારી દ્વારા સંસ્થા ની રિકવરીંગ ચોપડીઓનો દુરુપયોગ કરી અનેક લોકો જોડેથી નાણા  ઉઘરાવ્યા હોવાની લોકમુખે ચર્ચા ત્યારબાદ ભાંડો ફૂટતા કર્મચારી દ્વારા ઝેરી દવા ગટગટાવી હોવાની ચર્ચા એ જોર પકડ્યું ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરનાર કર્મચારીને અમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જેનું આજરોજ અવસાન થતા થાપણદારો તથા લોકર ધારકોમાં ચિંતા નો માહોલ આ કર્મચારી તો માત્ર એક ચિઠ્ઠીનો ચાકર હતો પરંતુ આની પાછળના મોટા મગરમચ્છો કોણ? તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી બહાર આવી શકે તેમ છેકર્મચારીના પરિવારને ન્યાય મળશે કે કેમ?? શરાફી મંડળી ના ચેરમેને સહિત હોદ્દેદારો કાંઈ પણ બોલવા તૈયાર નથી, આ બાબતે તસ્ટશ તપાસ થાય તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P