મોડાસામાં ઓધારી માતા મંદિરે વટ સાવિત્રી વ્રતની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી..


મોડાસા  ઓધારી માતાજી મંદિરે જેઠ સુદપૂર્ણિમાના દિવસે વટ સાવિત્રી વ્રતનીભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જિલ્લામાં મોટી સંખ્યામાં મહિલાઓએ આ વ્રતમાભાગ લીધો હતો વૈદિક બ્રાહ્મણોની હાજરીમાં મહિલાઓએ વડ ની પૂજા નો સંકલ્પ કર્યો હતો પૂજન અર્ચન બાદ સામૂહિક આરતી કરવામાં આવી  મહિલાઓએ વડ  પાસે જઈને પોતાના સૌભાગ્ય માટે પ્રાર્થના કરેલ વ્રતઘારી મહિલાઓએ સુત્તરની દોરી લઈને વડની આસપાસ 51 101 અથવા 108 પ્રદક્ષિણા કરી હતી વડની ફરતે સૂતર વીંટાળ્યું અને પતિના દિર્ધાયુષ્ય   માટે પ્રાર્થના કરી ત્યારબાદ સૌએ સામૂહિક રીતે વડ સાવિત્રી વ્રતની કથાનું શ્રવણ કરેલ હતું આ દિવસે સૌભાગ્યવતી મહિલાઓ આખો દિવસ ઉપવાસ રાખે છે માત્ર ફલાહાર કરીને ભક્તિ ભાવપૂર્વક દિવસ વિતાવે છે રાત્રે સામુહિક જાગરણ કરીને વ્રતની પૂર્ણાહુતિ કરે છે આમ સમગ્ર જિલ્લામાં શ્રદ્ધાને ભક્તિ ભાવથી વટસાવિત્રી વ્રતનીઉજવણી કરવામાં આવી હતી ઓધારી માતાજી મંદિર ખાતે પુજારી અતુલભાઈ જોશીએ સુંદર વ્યવસ્થા કરેલી હતી શાસ્ત્રીશ્રી અતુલભાઇ દવેએ શાસ્ત્રોક્ત રીતે વિધિપૂર્વક પૂજન કરાવ્યું હતું

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P