મોડાસા જિલ્લા કમલમ ખાતેપ્રોફેશનલ મીટ" તથા "પત્રકાર પરિષદ" નું આયોજન રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકની ઉપસ્થિતિમાં કરાયું...


 અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા મોડાસા જિલ્લા કમલમ ખાતે મુખ્ય વક્તા સાંસદ મયંકભાઈ નાયકની ઉપસ્થિતિમાં  પ્રોફેશનલ મીટ" તથા "પત્રકાર પરિષદ" નું આયોજન  કરાયું હતું જેમાં વિકસિત ભારતનો અમૃતકાળ - સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ”ના ઉપલક્ષ્યમાં મુખ્ય વક્તા રાજ્યસભાના સભ્ય મયંકભાઈ નાયકે પ્રોફેશનલ મીટના સમેલનને સબોધતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનની સિદ્ધિઓ અને રાષ્ટ્રના હિતમાં કરેલા કામો અને દેશની સલામતી અંગે લીધેલા ઓપરેશન સિંદૂરની મોટી સફળતા વિશે પ્રકાશ ફેંક્યો  હતો અને અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા પ્રધાનમંત્રીને અભિનદન પાઠવવામાં આવ્યા હતા .આ અગાઉ તેમણે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું તે અગાઉ પ્રોફેશનલ મીટના સંમેલનમાં ઉપસ્થિત પ્રદેશ ઉપાધ્યક્ષ કુ કૌશલ્યકુંવરબાએ પણ ૧૧ વર્ષની મોદી સરકારની સિદ્ધિઓ વર્ણવી હતી પ્રારંભે જિલ્લા ભાજપના પ્રમુખ ભીખાજી ઠાકોરે ઉપસ્થિતિ મહેમાનો અને જિલ્લાના કાર્યકરોનું સ્વાગત કર્યું હતું  અને તેમણે  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 11 વર્ષના નેતૃત્ત્વની સિદ્ધિઓને જનજન સુધી પહોંચાડવા માટે "શ્રી કમલમ અરવલ્લી" ખાતે યોજાઈ રહેલી આપ્રોફેશનલ મીટ વિશે સૌને અવગત કર્યા હતા આ સમેલનમાં જિલ્લા પ્રભારી રાજેશભાઈ શુક્લા,મંત્રી ભીખુસિંહ પરમાર, ધારાસભ્ય પી.સી .બરંડા ,અને ધવલસિંહ ઝાલા પૂર્વ ભાજપપ્રમુખરાજેન્દ્રભાઈપટેલ,રણવીરસિંહ ડાભી, સાબરડેરી ડિરેક્ટર શામળભાઈ પટેલ, જિલ્લા સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઈ પટેલ સહિત સહકારીઆગેવાનો,જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં ઉપસ્થિતિમાં "પ્રોફેશનલ મીટ" તથા "પત્રકાર પરિષદ" નું આયોજન થયું જેમાં ઉપસ્થિત સૌને મોદી સરકારનાં નેતૃત્વમાં અમલમાં મૂકાયેલી વિવિધ જનયોજનાઓ-વિવિધ કાર્યોનો ચિતાર આપવામાં આવ્યો હતો આ સંમેલનનું સંચાલન મહામંત્રી હસમુખભાઈ પટેલે કર્યું હતું જ્યારે આભાર દર્શન રણધીરભાઈ ચૂડગરે કર્યું હતું .

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P