મોડાસા કેળવણી મંડળ સંચાલિત બી કનાઇ શાળામાં વિશ્વ પર્યાવરણ દિવસે સિંદૂરના વૃક્ષારોપણ કરાયું

 મોડાસા કેળવણી મંડળ સંચાલિત મોડાસા હાઈસ્કૂલ માં અને CBSE માન્યતા ધરાવતી B.KANEA  શાળા માં આજે  'વિશ્વ પર્યાવરણ દિવસ ' પર વૃક્ષ " સિંદૂર " 



નું  વૃક્ષારોપણ  મોડાસા કેળવણી મંડળ ના પ્રમુખ શ્રી બિપીન શાહ ના હસ્તે કરવામાં આવ્યું હતું .બી- કનઈ શાળાના પ્રિન્સિપાલ કુંદન સિંહ રાઠોડ, કેમ્પસ ડાયરેક્ટર   જે. પી.ઉપાધ્યાય અને સ્ટાફ હાજર રહ્યો હતો.  તો બીજાં વૃક્ષ નું રોપણ મોડાસા હાઈસ્કૂલ માં  પ્રમુખ શ્રી બિપીન શાહ ના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે  મંત્રી કિરીટ કે. શાહ, ડો.રાકેશ મહેતા અને મહેંદ્ર રહેવર ઉપસ્થિત રહ્યા હતા. આજે વિશ્વ પર્યાવરણ દિને "સિંદૂર " વૃક્ષો વાવી ઓપરેશન સિંદૂર નો ગૌરવાન્વિત ઈતિહાસ કાયમી યાદ રહે અને શાળાના વિદ્યાર્થીઓ આ જાણી શકે તે માટે નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P