ભિલોડામાં માહેશ્વરી સમાજ દ્વારા માહેશ્વરી સમાજ ભવનમાં મહેશ નવમીની આનંદ, ઉત્સાહભેર ઉજવણી યોજાઈ
0
જૂન 05, 2025

અરવલ્લી જીલ્લાના ભિલોડામાં શ્રી માહેશ્વરી સમાજ દ્વારા માહેશ્વરી સમાજ નો ઉત્પત્તિ દિવસ એટલે કે, મહેશ નવમી નિમિત્તે માહેશ્વરી સમાજ ભવનમાં ધામધુમથી ઉજવણી આનંદ, ઉત્સાહભેર યોજાઈ હતી.ભિલોડા માહેશ્વરી યુવા સંગઠન - પ્રમુખ - વિપુલભાઈ આર. લઢા એ વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ અર્પણ કર્યા હતા.કાર્યક્રમની શુભ શરૂઆત દિપ પ્રગટાવીને કરી હતી.સાંસ્કૃતિક કાર્યક્રમો, ભણતર પર વિશેષ મહત્વ આપ્યું હતું.ડો.હાર્દિક બહેડિયા,રવિ શર્મા શિક્ષક દ્વારા શિક્ષણ સંદર્ભે વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું.વર્ષ - 2024 - 25 દરમ્યાન ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને રામપાલભાઈ રતનલાલ લઢા, પરીવાર દ્વારા પુરસ્કાર આપ્યા હતા.કાર્યક્રમનું સંચાલન ડો. કૃણાલ મુંગડ, રાજેશ લઢા એ કર્યું હતું.કાર્યક્રમને સફળ બનાવવા માહેશ્વરી સેવા સમાજ, માહેશ્વરી યુવા સંગઠન, માહેશ્વરી મહિલા સંગઠન દ્વારા સફળ આયોજન કર્યું હતું.સમગ્ર કાર્યક્રમ પરીપુર્ણ કર્યા બાદ સમાજ બંધુઓ સાથે સહપરિવાર શ્રી માહેશ્વરી સમાજ ભવનમાં સામુહિક બ્રહ્મભોજન લઈને આનંદ, ઉલ્લાસભેર છુટા પડ્યા હતા.