સાબરકાંઠા જીલ્લાના ઈડર તાલુકાના ધારાપુર ગામમાં આવેલી ધારાપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે એક અનોખો, પ્રેરણાદાયક સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો.સમાજ સેવક, સર્પમિત્ર - પટેલ પ્રદીપભાઈ દ્વારા શાળાના ૧૫૦ વિદ્યાર્થીઓને સ્કુલ બેગનું વિતરણ કર્યું હતું.કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકગણ, ગ્રામજનો સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.પ્રદીપભાઈ પટેલ એ પોતાના વક્તવ્યમાં શિક્ષણના મહત્વ પર વિશેષ ભાર મુંક્યો અને જણાવ્યું હતું કે, બાળકોને શાળાએ આવવા પ્રોત્સાહિત કરવા અને તેમને પાયાની સુવિધાઓ પુરી પાડવી એ સમાજની નૈતિક જવાબદારી છે.તેમણે ઉમેર્યું હતું કે, નાનકડો પ્રયાસ બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં મદદરૂપ થશે...
આચાર્ય મીનાબેન મનસુરી એ પ્રદીપભાઈ પટેલ નો સેવાકીય ઉમદા કાર્ય બદલ આભાર વ્યક્ત કર્યો હતો.સ્કુલ બેગ વિદ્યાર્થીઓ માટે ખુબ ઉપયોગી થશે, તેમને અભ્યાસમાં વધુ માં વધુ ઉત્સાહિત કરશે, વિદ્યાર્થીઓના ચહેરા પર નવી બેગ મેળવવાનો અનેરો આનંદ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો.સમગ્ર કાર્યક્રમ દરમિયાન સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા, જરૂરિયાતમંદ બાળકોને મદદ કરવા માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.