શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ મોડાસા અરવલ્લી ના રસાયણ શાસ્ત્ર ના સમાજસેવી અધ્યાપકે પ્રા.શાળા મારીવાડ, પટેલ ના મુવાડા બડોદરા, સંજેલી શાળા મા પ્રેરક પ્રવચન કરી તમામ માટે ગ્લુકોઝ બિસ્કિટસ્ વિતરણ કરવામાં આવ્યું.
અહિંસા ડે ન્યૂઝ પેપર ના તંત્રી શ્રી અરવિંદભાઈ પ્રણામી ની ઉપસ્થિત પ્રેરક રહી. શાળા ના આચાર્યશ્રીઓ તથા સ્ટાફ મિત્રો એ કાર્યક્રમને સફળ બનાવ્યો.ચૈત્રી નવરાત્રી ૨૦૨૩ થી અત્યાર સુધીમાં અધ્યાપક શ્રી એ 39 લાખ બિસ્કીટસ રાજ્ય અને રાજ્ય બહાર સવા બે હજાર જેટલા કાર્યક્રમો યોજી જરૂરીયાત વાળા બાળકો માટે ગણવેશ સેવા પોતાના સમયે સ્વખર્ચે અવિરત સેવારત છે.