૨૧ જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસે મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર-જીપીવાયજી ટીમે ઉજવણી કરી

 સ


મગ્ર વિશ્વ ૨૧ જૂન - આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યોગ વ્યાયામના જાહેર કાર્યક્રમો દ્વારા ઉજવણી થઈ રહેલ છે. ત્યારે મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રની જીપીવાયજી ટીમે પણ યોગ દિવસ ઉજવણી કરી. આયોજનમાં સવારે યુવાઓ તેમજ પરિજન ભાઈઓ બહેનોએ સમયસર ઉપસ્થિત રહ્યાં. ગાયત્રી પરિવારના યોગ શિક્ષક કિરિટભાઈ સોનીએ આ વિષયમાં વિગતવાર સમજૂતી આપી. સૌને યોગ વ્યાયામ કરાવ્યા. ઉપસ્થિત સૌએ યોગ હમેશાં જીવનમાં દરરોજના નિત્યક્રમમાં વણી લેવા સંકલ્પ કર્યા.  ગાયત્રી તીર્થ શાંતિકુંજ હરિદ્વાર ખાતે તમામ શિબિરાર્થીઓને પ્રજ્ઞાયોગનું પ્રશિક્ષણ આપી યોગ શિક્ષકો તૈયાર કરવામાં આવે છે. જેઓ પોતાના કાર્યક્ષેત્રમાં આમ જનતામાં પ્રજ્ઞાયોગથી જાગૃતિ લાવવા પ્રયાસ કરે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P