21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025 મોડાસા જાયન્ટસ પીપલ્સ ફાઉન્ડેશન અને જાયન્ટ્સ સહિયરના સહયોગથી સરસ્વતી રત્નદીપ બાલમંદિર હોલ ખાતે ઉજવાયો..
0
જૂન 21, 2025

21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025 ની થીમ" યોગ ફોર વન અર્થ વન હેલ્થ" હેઠળ મોડાસા જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન અને જાયન્ટ્સ સહિયરના સહયોગથી રત્નદીપ બાલમંદિર હોલ ખાતે સફળતાપૂર્વક ઉજવાયો હતો યોગ એ માત્ર શારીરિક અને મન શરીર અને આત્માને સંતુલિત કરવાની એક પ્રાચીન વિદ્યા છે નિયમિત અભ્યાસથી શારીરિક સ્વાસ્થ્ય સુધરે છે તણાવ ઘટે છે રોગપ્રતિકારક શક્તિ વધે છે આથી આ આધારીત યોગ આસનો હળવી કસરતો ધ્યાન કરવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં યોગકલાસના સમગ્ર સભ્યો તેમજ જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન મોડાસાના પ્રમુખ પ્રદીપ ખંભોળજા સેક્રેટરી વિનોદ ભાવસાર અમરીશ પંડ્યા કલ્પેશ ભાવસાર જાયન્ટ્સ સહિયરના પ્રમુખ અમિતા સોલંકી નયના ખંભોળજા શર્મિષ્ઠા દરજી સહિતના ઉપસ્થિત રહેલા હતા.