મોડાસા સી.ડી.પી.ઓ કચેરીના હોલ ખાતે ઘટક-૧ અને ઘટક -૨ ના આંગણવાડી કાર્યકર બહેનો માટે 'પોષણ સંગમ" કાર્યક્રમ અંતર્ગત ચાર દિવસીય C-MAM & EGF ની તાલીમ યોજવામાં આવી છે,આ તાલીમમાં મોડાસા ઘટક-૧ અને ૨ ના ૨૪૨ જેટલા આંગણવાડી કેન્દ્રોના કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા,આ તાલીમ ઘટક-૧ સી.ડી.પી.ઓ નેહાલીકા બહેન અને ફાલ્ગુની બહેન દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે.આ તાલીમમાં આંગણવાડી કાર્યકર બહેનો માટે ભરપૂર સ્વીટ સાથે ભોજન સાથેની સુંદર વ્યવસ્થા કરવામાં આવતા ,
તાલીમાર્થી કાર્યકર બહેનોએ સી.ડી.પી.ઓ ની કામગીરીને બિરદાવી હતી,અહીં સવાલ એ થાય છે કે ! અત્યાર સુધી જિલ્લાના ઘટકોમાં અનેક તાલીમો યોજાઈ ગઈ હશે,શુ આવી તાલીમો માં ભોજન સાથે વ્યવસ્થા નહિ હોય? જો હોય તો ભોજન સહિતનો લાભ કેમ નહિ મળ્યો હોય? જેવા અનેક ઉઠ્યા છે,મોડાસા સહિત જિલ્લાના અન્ય ઘટકોમાં આવીજ રીતે પારદર્શક તાલીમ યોજાશે?જો યોજાઈ ગઈ હોય તો પારદર્શકતા સાથે યોજાઈ હશે? કારણકે કાર્યકરો બહેનો એ જણાવ્યુ હતું કે અત્યારની તાલીમોમાં પહેલી વાર ભોજન સાથે સુંદર વ્યવસ્થાનો છે લાભ મળ્યો હોવાનું જણાવ્યું હતું.