મોડાસામા અરવલ્લી જિલ્લા ભાજપા નું પ્રબુધ્ધ નાગરિક સંમેલન અને યુવા સંમેલન યોજાયું


અરવલ્લી જિલ્લા ભાજપાનું જિલ્લા ભાજપા પ્રમુખ ભીખાજી ઠાકોર ના અધ્યક્ષસ્થાને પ્રબુધ્ધ નાગરિક અને યુવા સંમેલન યોજાયું હતું  આ પ્રસંગે સંમેલનના વક્તા શ્રી હિતેન્દ્રભાઇ પટેલ (સહ પ્રવક્તા, ગુજરાત પ્રદેશ),  શ્રી ડૉ.સંજયભાઈ દેસાઈ (કન્વીનર માલધારી સેલ ગુજરાત પ્રદેશ), શ્રીમતિ દર્શનાબેન વાઘેલા (ધારાસભ્યશ્રી અસારવા) અને જિલ્લા પ્રભારી રાજેશભાઇ શુક્લાએ ઉપસ્થિત રહી  સુંદર વક્તવ્ય આપ્યાં હતા  અને કાર્યકરોમાં ઉમંગ અને જોશ ભર્યો હતો .જેમાં પ્રદેશ સહપ્રવક્તા હિતેન્દ્રભાઇએ સમેલનના. ઇશ્યોને પૂરો ન્યાય આપવાની સટગે વિશેષરૂપમાં  પ્રાકૃતિક ખેતી અને સોલાર વિશે પ્રકાશ ફેંક્યો હતો અને ઉદાહરણ સહિત આ વિષયને ટૂંકમાં પણ અસરકાર રીતે રજૂ કર્યો હતો  અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ પ્રિયંકાબેન ડામોર, ભિલોડા ધારાસભ્ય પી.સી.બરંડા, પૂર્વધારાસભ્ય શ્રીમતિ ભીખીબેન પરમાર, સાબરડેરી ડિરેકિટરશ્રી શામળભાઇ પટેલ, જિલ્લા સંઘ ચેરમેન શ્રી પ્રભુદાસભાઇ પટેલ ,આ




પ્રસંગે અનુ.જાતિ મોરચા પ્રમુખ શ્રી દિનેશભાઇ સોનેરી, દિનેશભાઇ પરમાર,મંચસ્થ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સંમેલનમાં જિલ્લા -મંડલ હોદ્દેદારો, જિલ્લા મોરચાના પ્રમુખ-મહામંત્રી અને ચૂંટાયેલ પ્રતિનિધિઓ તથા સિનિયર કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પ્રબુધ્ધ નાગરીકો અને યુવા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમ ના વક્તાશ્રીઓના વક્તવ્યનું રસપાન કર્યું હતું, સમગ્ર કાર્યક્રમ જિલ્લા મહામંત્રી શ્રી હસમુખભાઇ પટેલ, શ્રી જગદિશભાઇ ભાવસાર દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગને માન આપી ઉપસ્થિત સૌનો આભાર માની કાર્યક્રમ નું સમાપન કરાયું હતું..._

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P