મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ. યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશપાલજીના દિશા અક્ષર ફાર્મ બીએપીએસ સંસ્થા આણંદ ખાતે કરવામાં આવેલ




 ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 11 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025 ની ઉજવણીના ભાગરૂપે કાઉન્ટડાઉન યોગ શિબિર તથા સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.  યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશપાલજીના દિશા  અક્ષર ફાર્મ બીએપીએસ સંસ્થા આણંદ ખાતે કરવામાં આવેલ હતું જેનું સંચાલન અધ્યક્ષ સ્થાનેથી ઝોન કોડીનેટર શ્રીમતી પિન્કીબેન મેકવાન દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચેરમેન શ્રી નો વિડીયો સંદેશ અને આહારવિહાર દ્વારા રોગ મુક્તિ ની રજૂઆત એલઇડી ના માધ્યમથી કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા અવેરનેસ તથા યોગના પ્રચાર પ્રસારમાં મીડિયાની ભૂમિકા વિશે સમજાવવામાં આવ્યું હતું. આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન આણંદ જિલ્લા યોગ કોર્ડીનેટર તોરલ પટેલના માર્ગદર્શન હેઠળ  દ્વારા કરવામાં આવ્યું હતું. આણંદ જિલ્લાના કોચ અને ટ્રેનર સાધકો સહિત ઉપસ્થિત રહ્યા હતા. શોભામાં અભિવૃદ્ધિ કરતા મહેમાનો બીએપીએસ સંસ્થાના અગ્રણીઓ શ્રીમતી અનિતાબેન , સુરેખાબેન, સંગીતાબેન, ઉષાબેન, કુશભાઈ પટેલ તેમજ  બ્રહ્માકુમારી પૂજાબેન ઉપસ્થિત રહ્યા હતા.શિબિર ને સફળ બનાવવા આણંદ જિલ્લાઓ કોચ કોર કમિટી તમામ ટ્રેનર્સ અને સાધકો સાથે 600 થી વધુ સંખ્યામાં લોકો જોડાયા હતા અને યોગની સાધના કરી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P