મેઘરજથી ૭૫ યાત્રિકો સાથે રામદેવજીના દર્શને સંઘ સાથેરણુજામાં અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોરે નિજ મંદિરે નેજો ચડાવ્યો

 


ઘરજથી ૭૫ યાત્રિકો સાથે રામદેવરા (રણુજા) રામદેવજીના દર્શને સંઘ સાથે પહોચેલા ભીખાજી ઠાકોરે આહે શુક્રવારે  નિજ મંદિરે ૩૧ ફૂટનો  નવરંગી નેજો ચડાવ્યો હતો અને ઘરેથી સાથે લઈ ગયેલ ચાંદીનો ઘોડો ભગવાન રામદેવજીની સમાધિએ ભેટ ધરીનેબધા જ યાત્રાળુ સંઘ સાથે  દર્શન અર્ચન કરી  ભગવાન આગળ હદયના ભાવથી  શીશ નમાવીને ધન્યતા અનુભવી હતી  ભગવાસનની કૃપા હંમેશા બની રહે એ માટે  અરવલ્લી જિલ્લાવાસીઓના કલ્યાણ માટે એમણે  પ્રાર્થના કરી આશીર્વાદ લીધા હતા.તેઓ સ્લીપર કોચ લક્ઝરી બસમાં  મેઘરજ અને આસપાસના ગામોથી પોતાના પરિવાર અને સૌ ભાવિકો સાથે  આ સંઘ પોતે જ કાઢીને કળિયુગના હાજરાહજૂર ભગવાન રામદેવજીના ધામમાં પહોંચી બધા જ યાત્રકો સાથે દર્શન કર્યા હતા. પોતાના હાથમાં ૩૧ ફૂટનો નેજો અને માથે ચાંદીનો ઘોડો લઈ મંદિરે સૌની સાથે જેણે મંદિરે નારજો અને સમાધિ આગળ ચાંદીનો ઘોડો પ્રસાદ ચડાવી જય બાબરીના જય ઘોષ સાથે માનતા પુરી કરી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P