વિશ્વ હાઈપર ટેન્શન દિવસ ની ઉજવણી અંતર્ગત ભિલોડા ડેપો ખાતે કર્મચારીઓ નો હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

અરવલ્લી જિલ્લાના એન. સી. ડી કલીનીક, સબ ડિસ્ટ્રિક્ટ કોટેજ હોસ્પિટલ ભિલોડા ના ફિઝીશિયન ડો. પલકબેન લટા, કાઉન્સિલર હેમાંગીબેન કટારા, સ્ટાફ નર્સ ઉર્વશીબેન પરમાર તેમજ લેબ ટેકનિશિયન બંસરીબેન દ્વારા ભિલોડા એસ.ટી ડેપો ખાતે " વિશ્વ હાઈપર ટેન્શન દિવસની ઉજવણી " અંતર્ગત ડેપોના અધિકારીઓ, ડ્રાઈવર મિત્રો, કંડકટર મિત્રો, મિકેનિક સ્ટાફ કર્મચારીઓ સહિત ૬૫ કર્મચારીઓનો હેલ્થ ચેકઅપ કેમ્પ શાનદાર રીતે યોજાયો હતો. હાઈપર ટેન્શન વિષે જન જાગૃતિ લાવવા અને આ સાઈલેન્ટ કિલર ને નિયંત્રિત કરવા માટે નિવારક પગલાં ને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે ૧૭ મી મે થી ૧૬ મી જુન સુધી જન જાગૃતિ અભિયાન દ્વારા " વિશ્વ હાઈપર ટેન્શન દિવસ " તરીકે ઉજવવામાં આવે છે. આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં કર્મયોગીના બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને હેલ્થ નું ચેકઅપ કરવામાં આવ્યું હતું. અને જરૂર જણાય તેવા કર્મયોગી ને કોટેજ હોસ્પિટલ ખાતે રિપોર્ટ કરાવવા નું સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.     આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં ડેપોના ડેપો મેનેજરશ્રી જે. આર. બુચ



, ડેપો ઈન્ચાર્જશ્રી દિપકભાઈ સુથાર, એ.ટી.આઈ શ્રી મહેન્દ્રસિંહ ચંપાવત, ભારતીય મજદૂર સંઘ એસ.ટી હિંમતનગર વિભાગ ના મહામંત્રી શ્રી જગદીશભાઈ પટેલ, શ્રી રાજેન્દ્રસિંહ ચંપાવત, શ્રી મુકેન્દ્રસિંહ સિસોદિયા, હેડમિકેનીક શ્રી જગદીશભાઈ નિનામા સહિત તમામ કર્મચારીઓ ના સાથ સહકાર થી ડેપોના ૬૫ કર્મચારીઓ નું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. અને હેલ્થ બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P