વિશ્વ રેડક્રોસ દિવસની ઉજવણીના ભાગરૂપે રેડક્રોસ સોસાયટી મોડાસા દ્ધારા જનજાગૃતિ રેડ ક્રોસ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.*
0
મે 04, 2025

દર વર્ષે 08 મે ના રોજ વિશ્વ રેડક્રોસ દિવસ અને વિશ્વ થેલેસેમિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેની ઉજવણીના ભાગ રૂપે ઇન્ડિ
યન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન શ્રી અજયભાઈ પટેલએ સમગ્ર ગુજરાતમાં ‘માનવતાના પક્ષમાં’ થીમ મુજબ રેડક્રોસની સેવાઓની જાણકારી આપતા “રેડક્રોસ રથ” નું પ્રસ્થાન કરેલ છે. ત્યારે આ ‘રેડક્રોસ રથ’ આજે અરવલ્લી જિલ્લામાં આવી પહોચ્યો હતો. રેડક્રોસ સોસાયટી અરવલ્લી દ્ધારા ચેરમેનશ્રી ભરતભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ “રેડક્રોસ રથ” નું ભવ્ય સ્વાગત કરવા પૂર્વ તૈયારી કરેલ હતી. આ રેડક્રોસ રથ આજે સવારે ભિલોડા આવી પહોચ્યો હતો. રેડક્રોસ ભિલોડાના ભવ્ય સ્વાગત બાદ મોડાસા માટે ઝંડી આપી પ્રસ્થાન કરેલ હતો. મોડાસામાં આવી પહોચતા રેડક્રોસ રથનું કાર્યાલય ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા શાખા મોડાસા દ્ધારા ચેરમેનશ્રી ભરતભાઈ પરમાર, ટ્રેઝરરશ્રી વિઠ્ઠલભાઈ પટેલ, કારોબારી સભ્યશ્રી વનિતાબેન પટેલ, શ્રી અરવિંદભાઇ શ્રીમાળી, શ્રી જીતેન્દ્રભાઈ અમીન, શ્રી કનુભાઈ પટેલ, શ્રી કે.કે.શાહ, સભ્યશ્રીઓ, વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ, સહયોગીઓ, રેડક્રોસના તાલીમાર્થીઓ, ભાગ્યલક્ષ્મી કોલેજના દામિનીબેન પટેલ અને તાલીમાર્થીઓ, સ્ટાફગણ વગેરે મોટી સંખ્યામાં હાજર રહી પુષ્પ વર્ષાથી રેડક્રોસ રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું. રેડક્રોસ દ્ધારા આવેલ મહેમાનોનું ફૂલછડી અને સાલથી સ્વાગત કરવામાં આવ્યું હતું. રેડક્રોસ રથ લઈ આવેલા રેડક્રોસ રાજ્ય શાખાના શ્રી સંજયભાઈએ રથ અને રેડક્રોસની વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી અને વધુમાં વધુ જાગૃતિ લાવવા જણાવ્યુ હતું. ત્યાર બાદ રેડક્રોસના કારોબારી સભ્યશ્રીઓએ રેડક્રોસ ફ્લેગથી રથને રેડક્રોસ મેઘરજ મોકલવા માટે પ્રસ્થાન કર્યો હતો. મેઘરજ થી માલપુર, બાયડ, ધનસુરામાં રેડક્રોસની તાલુકા શાખાઓ દ્ધારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સૌ તાલુકા શાખાઓના હોદ્દેદારો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં હાજર રહી રેડક્રોસ રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.