અરવલ્લી જીલ્લાના અંતરિયાળ ડુંગરાળ ગ્રામ્ય વિસ્તારો વિકાસના માર્ગે મજબુત પગલાં...!!

મેઘરજ તાલુકાના વિવિધ ગામોમાં કુલ રૂ. ૭.૭૩ કરોડના ખર્ચે થનારા ૭ મહત્વપૂર્ણ માર્ગોના ખાતમુહૂર્ત કાર્યક્રમનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.નવિન રસ્તાઓના નિર્માણથી અનેકવિધ ગામડાઓમાં પરિવહન વધુ સરળ બનશે, ખેડુતોનો પોતાનો પાક બજાર સુધી સરઘતાથી પહોંચી શકશે, વિદ્યાર્થીઓને શાળાએ અને ગ્રામજનોને આરોગ્યલક્ષી કામકાજ અર્થે કે, રોજીંદા કામકાજ અર્થે અવર-જવર કરવામાં સરળતા રહેશે...અનેકવિધ વિકાસકાર્યો એ માત્ર પથદર્શી રસ્તાઓ નથી, આપણા ગામડાઓના આત્મવિશ્વાસ, સુખાકારી અને તેજસ્વી ભવિષ્ય તરફ લઈ જતો માર્ગ છે.આ વિકાસ યાત્રા હવે ગતિ પકડશે... અને ભવિષ્ય બળવાન બનશે


ખાતમુહૂર્ત કાર્યક્રમ નિમિત્તે ભિલોડા - મેઘરજ ધારાસભ્ય પી.સી.બરંડા, અરવલ્લી જીલ્લા ભાજપ સંગઠન પ્રમુખ ભીખાજી ઠાકોર, અરવલ્લી જીલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર સહિત ભાજપના હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P