સ્પેશિયલ મહાકુંભમાં અરવલ્લી જિલ્લાના બુક બધીર વિદ્યાર્થીઓનો જવલંત વિજય...
0
મે 03, 2025

ગુજરાત સરકારના રમતગમત વિભાગ દ્વારા પ્રતિ યોજાતા ખેલ મહાકુંભમાં મુકબધીર સેવા ટ્રસ્ટ અરવલ્લીના વિદ્યાર્થીઓએ દોડ વોલીબોલ અને ક્રિકેટ જેવી સ્પર્ધામાં અમદાવાદ ખાતે યોજાયેલ સ્પે. ખેલ મહાકુંભ માં પોતાનું કૌવત બતાવીને પ્રથમ બીજો અને તૃતીય નંબર પ્રાપ્ત કર્યો છે અરવલ્લી જિલ્લાના મુખ બધી સેવા ટ્રસ્ટના યુવાનો છેલ્લા કેટલાય વર્ષથી સાંસ્કૃતિક અને રમતગમત જેવા ક્ષેત્રોમાં પોતાનું શ્રેષ્ઠ કૌશલ્ય થકી પોતાની ઉત્તમ આવડતને પ્રદર્શિત કરી રહ્યા છે. સામાન્ય વિદ્યાર્થીઓની જેમ દિવ્યાંગ વિદ્યાર્થી પણ સક્ષમ બનીને મજબૂત બનીને રમતગમતના મેદાનમાં પોતાનું કૌવત બતાવી રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લાના દિવ્યાંગ વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી ફેલાઈ રહી છે ગુજરાત સરકારના ખેલ મહાકુંભ એકમ દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓને તક આપીને તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિના માધ્યમથી દિવ્યાંગ વિદ્યાર્થી પણ પોતાની આવડત અને ક્ષમતા મુજબ ખેલ મહાકુંભમાં અનેક રમતોના માધ્યમથી સફળતા પ્રાપ્ત કરે છે અરવલ્લી જિલ્લાના દિવ્યાંગ આલમમાં આનંદ અને ગૌરવ નો વિષય