ગુજરાતભરના યુવા પ્રતિનિધિઓ પહોંચ્યા ગંગા તટેઅખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગુજરાતના યુવા પ્રકોષ્ઠ દ્વારા ગુજરાતના ૨૦૦ જેટલા અતિ વરિષ્ઠ યુવા શિબિરનો શુભારંભ ગાયત્રી તીર્થ શાન્તિકુંજ-હરિદ્વાર ખાતે થયો. સત્રના શુભારંભ ગાયત્રી પરિવારના વડા શ્રધેયા શૈલબાળા દીદી પંડ્યાની મુલાકાત બાદ સત્ર સાથે થઈ .સત્ર નો શુભ આરંભ ઝોન પ્રભારી ડોકટર ૐ પ્રકાશ શર્મા , યુવા પ્રકોષ્ઠના પ્રભારી કેદાર પ્રસાદ દુબે ,આશિષ સિંહ ,ગુજરાત ઝોન પ્રભારી ઉદય મિશ્રાના સંયુક્ત સત્રથી થઇ .આ પ્રસંગે ડોક્ટર ઓમ પ્રકાશ શર્મા એ જણાવ્યું કે યુવા એટલે શું ? યૌવન શું છે ?તૈત્તિરીય ઉપનિષદમાં આનંદવલ્લીમાં ૠષિએ આનંદની મીમાંસા કરતાં યુવાનની વ્યાખ્યા કરી છે : ‘युवा स्यात् साघुः’ યુવાન કેવો હોવો જોઈએ ? એમણે કહ્યું : ‘साघु' અર્થાત્ સરલ સ્વભાવનો. આપણે યક્ષ-યુધિષ્ઠિરના પ્રશ્નોત્તર દ્વારા મહાભારતની રીતે સમજીએ તો સર્વનું ભલું કરવા માટે જે પ્રયત્ન કરતા હોય એનું નામ યુવા કહેવાય. યુવાન એવો સજ્જન હોવો જોઈએ. આજે સજ્જનતા, સાધુતા, સરળતા બીજાનું ભલું કરવાની ભાવના દુર્લભ બની છે.
આયોજનના પ્રભારી ગુજરાત ગાયત્રી પરિવાર યુવા સંગઠનના યુવા અગ્રણી કિરીટભાઈ સોની દ્વારા જાણકારી આપવામાં આવી કે 3 દિવસીય સત્રમાં રાષ્ટ્રના જાગરણ અને પ્રગતિ માટે સપ્ત આંદોલનો નો પર વિચાર વિમર્શ થશે .આ સત્રમાં યુવા જાગૃતિ અભિયાન ,લોકસેવાની દિશા બોધ ,સમયદાન યુગધર્મ જેવા અનેક વિષયો પર ચર્ચા થઈ .આ પ્રસંગે ગાયત્રી ચેતના કેન્દ્રના યુવા સંગઠનના અમિતાબેન પ્રજાપતિ, સુધાબેન પંચાલ સહિત અરવલ્લી જિલ્લાના અગિયાર યુવા પ્રતિનિધિઓ આ યુવા શિબિરમાં હરિદ્વાર પહોંચ્યા છે.