વર્લ્ડ ઓડીયો વીઝયુઅલ એન્ટરટેનમેન્ટ સમીટ- ૨૦૨૫ માં કાર્તિક શીવલાલ પરમારનું ગોલ્ડ વિનર તરીકે ફિલ્મ જગતના અદાકાર અનુપમ ખેરના હસ્તે સન્માન કરવામાં આવ્યું. કાર્તિક પરમાર બાદરપુરા ગુરુગાદીના મહંતશ્રી બાલકદાસના
પરિવારમાંથી છે.મુંબઈ ખાતે એમની કારકિર્દી ઉજ્જવળ બનાવી બાદરપુરા અને સમગ્ર અરવલ્લી જિલ્લાનું નામ રોશન કર્યું છે. કાર્તિકની કાબેલિયત થકી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ વાર્તાલાપ કરીને એના ક્ષેત્રે પ્રગતિ કરવા પ્રેરણાદાયી અવસર પ્રાપ્ત કર્યો છે . સન્માન બદલ જિલ્લાની સામાજિક સંસ્થાઓએ પણ અભિનંદન આપ્યા હતા