મોડાસા શ્યામનગરમાથી અવરજવર નો માર્ગ લોખંડની એંગલો મૂકી બંધ કરાતા લોકોમાં રોષ..


મોડાસાનગરના બે રોડ કે જ્યાં શોપિંગ મોલ આઇટીઆઇ સ્કૂલો હોસ્પિટલો બેંકો સરકારી કચેરીઓ કોર્ટ આવેલી છે તેવા આ માર્ગને શ્યામ નગર સોસાયટીમાંથી નીકળતા કાયદેસર રોડ પર ગેરકાયદેસર રીતે લોખંડની અંગલો નાખી એકા એક બંધ કરી દેવાતા માલપુર રોડ મેઘરેજ રોડના રહીશો દ્વારા નગરપાલિકા મામલતદાર કચેરી પોલીસ સ્ટેશનમાં લેખિતમાં જાણ કરવામાં આવેલ હોવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરાતા સોસાયટીના રહીશો અને નાગરિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે આ શ્યામનગરની આસપાસની સોસાયટીના માટેનો કાયદેસર અવરજવરનોમાર્ગ હોવા છતાં આ રીતે બંધ કરી દેવાતા લોકોનો તંત્ર ઉપર રોષ સાથે આક્રોશ વ્યાપેલ છે આ રોડ તાત્કાલિક ધોરણે ખોલવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા  માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવું રહીશોએ જણાવેલ હતું

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P