ભિલોડા નાંદોજ હાઈસ્કુલ નું ૧૦૦% પરીણામ
0
મે 12, 2025

નાંદોજ હાઈસ્કુલનું લાંબા સમય બાદ ધોરણ - ૧૦ નું પરિણામ ૧૦૦% આવેલ છે.નાંદોજ પંથકમાં રાજીપો પ્રસર્યો છે.છેલ્લા એકાદ દસકાથી મૃતપાયે જઈ રહેલી શાળાને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા હસમુખભાઈ બી.પટેલ - આચાર્યના માર્ગદર્શન હેઠળ શાળા ફરી જીવંત બની, ગત વર્ષે ઉત્તમ પરિણામ મેળવી, આ વર્ષે ૧૦૦ % પરિણામ સાથે વિરાટ સિદ્ધિ હાંસલ કરી છે.પટેલ હિત અને શાહ લક્કી બન્ને વિદ્યાર્થીઓને 96.22 - P.R. સાથે પ્રથમ અને ધારવા નિધિ 95.24 - P.R સાથે દ્વિતીય અને પટેલ યશ્વી 92.69 - P.R સાથે તૃતીય સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે.શાળા પરિવાર વિદ્યાર્થીઓને બિરદાવે છે.નાંદોજ વિસ્તારમાં ખાસ કરીને બહેનોને ધો. - ૧૦ પછી ૫ - કિ.મી દુર જવાથી અભ્યાસ છોડી દેતી તેથી વાલીગણના આગ્રહ થકી નાંદોજ હાઈસ્કુલમાં ધો. ૧૧ અને ધો. ૧૨ ની ગ્રાન્ટેડ મંજુરી લાવીને વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ આપવાનું ઉમદા કાર્ય કર્યું છે.ભિલોડા તાલુકામાં મફત પરિવહનની સુવિધા મેળવનાર એક માત્ર માધ્યમિક હાઈસ્કુલ, નાંદોજ હાઈસ્કુલ બની, જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓ માટે ઈકો કારની ફાળવણી થઈ, વિદ્યાર્થીઓ નિયમિત બન્યા જેનું ઉત્તમ પરિણામ મળ્યું છે.શાળા સંચાલક મંડળ દ્વારા ઉત્સાહી આચાર્ય, સ્ટાફ પરિવારની મહેનત રંગ લાવી, ઐતિહાસિક પરિણામ મેળવ્યું છે.શ્રી જન સેવા કેળવણી મંડળના સર્વે હોદ્દેદારોએ વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા.