મોડાસા જેસીસ મિલ્ક કમિટી સુવર્ણ જયંતિ મહોત્સવ વર્ષ નિમિત્તે આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાયો



  મોડાસા શહેરમાં છેલ્લા 50 વર્ષથી સેવાકીય કાર્યો કરતી જેસીસ મિલ્ક કમિટી 50 વર્ષની ઉજવણી નિમિત્તે જુદા જુદા કાર્યક્રમો યોજી છે ત્યારે   જેસીસ હૉલ, મોડાસા માં નિષ્ણાંત આર્યુવેદિક ડોક્ટરો નીતિન સાથે ટીમ સાથે નિશુલ્ક નિદાન રાહત દરે દવા વિતરણ કેમ્પ યોજાયો  જેમાં ધનસુરા ના આયુર્વેદિક ડોક્ટર વૈધ રમેશચંદ્ર એસ સથવારા અને સુરતના ડોક્ટર દિનેશભાઈ કાનાબારે સેવાઓ આપી હતી. આ રાહત કેમ્પમાં હરસ, મસા, ભગંદર, વાત વાયુ જન્ય રોગ, ગુપ્ત રોગો, હૃદય રોગ, ચામડીના રોગ, સ્ત્રી રોગો શ્વસનતંત્ર ના રોગો, પેટના રોગ, તેમજ દારૂનું વ્યસન વિશે 40 થી પણ વધુ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. જેસીસ સુવર્ણ જયંતી વર્ષ દરમિયાન હવે આ કેમ્પ દર મહિનાની 11 તારીખે યોજાશે તેમ ચેરમેન  નવનીત પરીખ, પ્રોજેક્ટ ચેરમેન નિલેશ જોશી અને સેક્રેટરી  મુકુન્દ શાહે જણાવ્યું છે. આ

કેમ્પમાં મોડાસા જાયન્ટ્સ સહિયર ક્લબના અમિતાબેન સોલંકી શર્મિષ્ઠાબેન  દરજી મોડાસા જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશનના પ્રદીપભાઈ ખંભોળજા વિનોદ ભાવસાર વગેરે હાજર રહેલા હત

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P