ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષામાં ગુજરાતમાં પ્રથમ સ્થાને આવ્યો મોડાસાનો વિદ્યાર્થી મંત્ર પટેલ.

શાન્તિકુંજ હરિદ્વાર ખાતે મોડાસાના વિદ્યાર્થીનું વિશેષ સન્માન કરાયુંગાયત્રી પરિવાર જન સમાજને યોગ્ય રાહ ચિંધવા અનેક રચનાત્મક, સુધારાત્મક તેમજ સાધનાત્મક આંદોલનો ચલાવે છે. વિદ્યાર્થીઓને પશ્ચિમી જીવનશૈલીની અસરથી બચાવવા ભારતીય સંસ્કૃતિના જ્ઞાનના વિસ્તાર માટે સતત પ્રયાસ કરવામાં આવે છે. ગાયત્રી પરિવારના મુખ્યાલય શાન્તિકુંજ, હરિદ્વાર દ્વારા વર્ષ ૨૦૦૧ થી ભારતભરમાં ૨૨ રાજ્યોમાં કુલ ૧૧ અલગ અલગ ભાષાઓમાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષાનું આયોજન કરાઈ રહ્યું છે. ભારતીય સંસ્કૃતિના જ્ઞાન અંતર્ગત ધોરણ પાંચ થી કૉલેજ સુધી અલગ અલગ પુસ્તકોનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવે છે. જેથી વિદ્યાર્થી જીવનમાં બાળકો આપણી સંસ્કૃતિના જ્ઞાનથી વંચિત ના રહે. આ અભ્યાસક્રમ સંદર્ભે દર વર્ષે ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષાનું આયોજન થાય છે. આ પરિક્ષા આયોજન માટે દરેક સ્કૂલોના આચાર્ય તથા શિક્ષકો નિ:શુલ્ક સેવા સહકાર આપી રહ્યાં છે.છે


લ્લે ૨૦૨૪:૨૫ માં લેવાયેલ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં સમગ્ર ગુજરાતના છ લાખ પંદર હજાર વિદ્યાર્થીઓ જોડાયા હતા. જેમાં મોડાસાની ચાણક્ય વિશ્વ વિદ્યાલયમાં ધોરણ ૬ નો વિદ્યાર્થી  મંત્ર જયેશભાઈ પટેલ ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ છે. જેનું ૧૫ મે ૨૦૨૫ ના રોજ ગાયત્રી પરિવારના મુખ્યાલય શાન્તિકુંજ હરિદ્વાર ખાતે વ્યવસ્થાપક યોગેન્દ્ર ગીરી દ્વારા શિલ્ડ, પ્રમાણપત્ર તેમજ રોકડ ત્રણ હજાર ઈનામ સાથે સન્માન કરવામાં આવ્યું. આ હરિદ્વાર ખાતેના સન્માન સમારંભમાં  ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષાના અરવલ્લી જિલ્લાના સંચાલક ધર્માભાઈ પટેલ તેમજ અમૃતભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P