ભારતીય વિકાસ પરિષદની ઇડર ખાતે વાર્ષિક સાધારણ સભા યોજાઈ જેમાં સભાસદો પરિવારજનો સાથે કુલ 170થી વધારે સંખ્યા માં ઉપસ્થિત હતા.... *
0
મે 16, 2025

આ વાર્ષિક સાધારણ સભા માં અતિથિ વિશેષ ગુજરાત મધ્ય પ્રાંતમાંથી વિભાગીય સહ મંત્રી શ્રી ડૉ.નાગેન્દ્ર સિંહ બિહોલા ઉપસ્થિત રહિ નવીન કારોબારી ને શપથ ગ્રહણ કરાવ્યા હતા.**સમારોહ ના મુખ્ય મહેમાન શ્રી ડૉ. એસ કે.પાલ(સત્યમ હોસ્પિટલ ઈડર) અતિથિ વિશેષ શ્રી અશોકભાઈ પટેલ (ચેરમેન શ્રી સાબરકાંઠા જિલ્લા સ.દિવેલા તેલીબિયાં ઉં.સ.લી.)અને શ્રી સતિષ ભાઈ પટેલ (ચેરમેન ગુજરાત રાજ્ય ફળ અને શાકભાજી સ.ફેડરેશન ) અને નિકેશભાઈ સંખેસરા (ગતિ વિધિ સંયોજક સેવા સા.કા.વિભાગ ) શ્રીમતિ નીપાબેન કડિયા (મહિલા સહ સયોજિકા સા. કા.વિભાગ) શ્રી નીલભાઈ રામી (યુવા સહ સંયોજક સા.કા.વિભાગ) એ વર્ષ 24/25 ની કારોબારી સમિતિ ની સાથે દીપ પ્રજ્વલન કર્યું હતું.*ત્યારબાદ તમામ ઉપસ્થિત સભ્યો સાથે વંદેમાતરમ્ ગાન ગાઈ ને કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી.*ત્યારબાદ પહલઞામ જેવા હુમલા માં શહીદ થયેલ નાગરિકો માટે 2 મિનિટ નું મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.*ત્યાર બાદ મંત્રી શ્રી ઈડર શાખા દ્વારા વર્ષ 24/25 દરમિયાન કરવામાં આવેલ કામગીરી ના કાર્યો નો અહેવાલ રજૂ કર્યો હતો.*ત્યાર બાદ ખજાનચી શ્રી ઈડર શાખા ના વર્ષ ૨૦૨૪/૨૫ હિસાબો, તેમજ આવક જાવક નું સરવૈયું રજૂ કર્યુ તમામ સભ્યો તથા મહેમાનો દ્વારા સંમતિ આપવામાં આવી હતી.*ત્યારબાદ શ્રી ડૉ.નાગેન્દ્રસિંહ બિહોલા એ ભારત વિકાસ પરિષદ અને તેમના અલગ અલગ પ્રકલ્પો અને નવી કાર્યપ્રણાલી વિષે માહિતગાર કર્યા હતા, તેમજ ભારત વિકાસ પરિષદ, ઈડર શાખા ની વર્ષ 25/26 ની નવી કારોબારી સમિતિની તેમજ નવી પ્રણાલિ મુજબ ગતિવિધિ સંયોજક અને સહસંયોજક ની જાહેરાત કરી દરેક કારોબારી સભ્યો ને પ્રતિજ્ઞા લેવડાવી હતી.**અંત માં સૌ સભ્યોએ સાથે મળીને રાષ્ટ્રગાન કર્યું હતું અને પછી સૌએ સ્વરુચિ ભોજન લીધું હતું.*પ્રમુખ શ્રી. નરસિંહભાઈ કે.પટેલમંત્રી શ્રી. સંજયભાઈ કે.સોની