ભિલોડા તાલુકાના બોલુન્દ્રા (ઉબસલ) ગામમાં પ. પુ સદગુરૂ સંત શિરોમણી શ્રી ધીરૂરામ મહારાજ બ્રહ્મલિન, અંતિમ સંસ્કાર વિધિ દરમિયાન દુર-દુરથી શ્રધ્ધાળુ ભાવિક-ભકતોના ધોડાપુર ઉમટયા અરવલ્લી
જીલ્લાના ભિલોડા તાલુકા બોલુન્દ્રા ગામમાં પરમ પુજય સંત શિરોમણી સદગુરૂ સંત શિરોમણી શ્રી ધીરૂરામ મહારાજ બ્રહ્મલિન, અંતિમ દર્શનાર્થે શ્રધ્ધાળુ સંતો, મહંતો, રાજકીય, સામાજીક આગેવાનો સહિત ભાવિક- ભક્તો મોટી સંખ્યામાં ધોડાપુર ઉમટયા હતા.સદગત ધીરૂરામ મહારાજની પાલખી યાત્રા દરમિયાન શ્રધ્ધાળુ ભાવિક-ભક્તોએ અશ્રુંભીની આંખે ભાવભીની વસમી વિદાય આપી હતી.ધીરૂરામ મહારાજના અંતિમ સંસ્કાર વિધિ દરમિયાન શ્રધ્ધાળુ ભાવિક-ભકતો ઉમટયા હતા.શ્રી ધીરૂરામ સેવા ટ્રસ્ટ, આશ્રમ પરીસરમાં ટુંકજ સમયમાં સ્મૃતિ - સ્મારક - દિવ્ય જ્યોત અમર રહેશે તેમ શ્રધ્ધાળુ ભાવિક-ભક્તોએ જણાવ્યું હતું.