*ભિલોડા તાલુકાના માંધરી ગામમાં પંખી ઘરનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના માંધરી ગામમાં સ્વ. પ્રભુદાસ હરીદાસ દરજીના સ્મરણાર્થે તેમના પૌત્ર પ્રદિપકુમાર વસંતભાઈ દરજી એ છ માળના વિશાળ અદ્યતન સુવિધાસભર પંખી ઘર નું નિર્માણ કરાવ્યું છે.ઉદ્દઘાટન તેમના પિતાજી વસંતભાઈ પ્રભુદાસ અને માતૃશ્રી ચંદ્રિકાબેન દરજીના વરદ્ હસ્તે કર્યું હતું.માંધરી ગામને વિધિવત રીતે પંખી ધર અર્પણ કર્યું હતું.અત્ર-તત્ર-સર્વત્ર આનંદની લાગણી છવાઈ ગઈ છે.શુ



ભ પ્રસંગે માંધરી ગામના અબાલ, વૃદ્ધ, સગાં-સંબંધીઓએ આનંદ ઉત્સાહપુર્વક મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અબોલ જીવોના આશરા માટે  જીવદયા પ્રેમી સ્નેહીજનો, ગ્રામજનોએ પંખીઓ માટે શક્ય હોય તેટલા ચણ, આરોગ્ય વિષયક સેવાઓ સહિત વાર્ષિક દાન માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કર્તા એક સુંદર અનુકરણીય ઉમદા સેવાકીય ભગીરથ કાર્ય કરવા બદલ અનેકવિધ જીવદયા પ્રેમીઓ સહિત સૌ-કોઈ એ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P