*ગ્રાન્ડ ફીનાલે રાવલ પ્રિમિયર લીગ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું સમાપન સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજય કક્ષાના મુખ્ય સંગઠક અતુલભાઈ દીક્ષિત, દાતા રાજેન્દ્રભાઈ રાવલના વરદ્ હસ્તે કાર્યક્રમ યોજાયો*


શ્રી છોત્તેરગોળ બાવીસ ગામ તપોધન બ્રાહ્મણ સમાજ અને રાજલ ફાઉન્ડેશન દ્વારા આયોજીત રણાસણ - વિજાપુરમાં સુંદર સાપ્તાહિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું.સમાજના દુર-દુર વસતા યુવાનો, વડીલોએ ભાગ લીધો હતો.રોયલ ક્રિકેટ એકેડમી દ્વારા સુંદર આયોજન કર્યું હતું.ફાઈનલ મેચના દિવસે રાજેન્દ્રભાઈ રાવલના અધ્યક્ષ સ્થાને સુંદર કાર્યક્રમ આયોજીત કર્યો હતો.શુભ પ્રસંગે મુખ્ય મહેમાન પદે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજય કક્ષાના મુખ્ય સંગઠક અતુલભાઈ દીક્ષિત, સમસ્ત બ્રહ્મ સમાજ, સાબરકાંઠા જીલ્લાના પ્રમુખ મનોજભાઈ પુરોહિત, યુવા પ્રમુખ હર્ષલભાઈ રાવલ, ગુજરાત બ્રહ્મ સમાજ, મીડિયા સેલ - કન્વીનર - અશોકભાઈ રાવલ હાજર રહ્યા હતા.રાજેન્દ્રભાઈ રાવલ દ્વારા સમગ્ર કાર્યક્રમમાં સમાજના ઉત્થાન માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ.સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજય કક્ષાના મુખ્ય સંગઠક અતુલભાઈ દીક્ષિત દ્વારા વિશિષ્ટ માર્ગદર્શન પુરૂં પાડયું હતું.દ્રષ્ટાંત સ્વરૂપે સમાજમાં કઈ રીતે એક - મેક ને હળીમળીને રહીને આવા સુંદર આયોજન કરવાનું જણાવેલ જેથી કરીને સમાજના બાળકોથી લઈને મહિલાઓ, વડીલો ઉપસ્થિત રહે અને એક-બીજાનો પરિચય કેળવાય જેથી કરીને સમાજમાં ભવિષ્યમાં પણ બધા એક સાથે રહે તેવું માર્ગદર્શન આપેલ હતું.ભવિષ્યમાં પણ સમાજનો સાબરકાંઠા જીલ્લામાં કોઈ પણ કાર્યક્રમ થાય તો સાબરકાંઠા બ્રહ્મ સમાજ તેમની સાથે રહેશે તે રીતે સમસ્ત બ્રહ્મ સમાજ, સાબરકાંઠા દ્વારા આમંત્રિત કર્યા હતા.સમાજ દ્વારા શ્રી યજ્ઞ પુસ્તિકા અને વિદેશ ગૌરવનું વિમોચન કર્યું હતું.પ્રમુખ મનોજભાઈ રાવલ, ઉપપ્રમુખ દિલીપભાઈ રાવલ, હિંમતનગર, ચિરાગભાઈ રાવલ - રણાસણ, હરેશભાઈ રાવલ, હિંમતનગર, મહિલા પ્રમુખ ગાયત્રીબેન રાવલ સહિત સામાજીક આગેવાનો, કાર્યકરો સહિત રાવલ સમાજના કારોબારી સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P