*શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા દ્વારા સુવર્ણ જયંતી મહોત્સવ નિમિત્તે *નાટક: લગન કર્યા ને લોચા પડ્યા* યોજાયું
0
મે 26, 2025

શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા દ્વારા તેના સુવર્ણ જયંતી વર્ષ નિમિત્તે દિકરી મારી લાજવાબ નાટકનો શૉ ભા.મા.શાહ હૉલ માં યોજાયો હતો. જેમાં કટલરી કરિયાણા ના સૌ સભ્યશ્રીઓ પરિવાર સહિત જોડાયા હતા સાથે સાથે મોડાસાના અનેક સંસ્થા ના કાર્યવાહકો અને નગરજનોએ ઉપસ્થિત રહી નાટક ને માણ્યું હતું. આ કાર્યક્રમમાં મોડાસા નાગરીક બેંક ના ચેરમેન પ્રજ્ઞેશભાઈ ગાંધી, સર્વોદય બેન્ક ના ચેરમેન ઈકબાલભાઈ ઇપ્રોલિયા, સાર્વજનિક હોસ્પિટલ ના મંત્રી પિયુષભાઈ પટેલ, મોડાસા કેળવણી મંડળ ના પ્રમુખ બીપીનભાઈ શાહ, મ લા ગાંધી ના ઉપ પ્રમુખ સુભાષભાઈ શાહ, જિલ્લા પુરવઠા અધિકારી મહેશ્વરીકુમારી રાઠોડ, નૈનેશ ડેકોરેટર્સ ના ગૌરાંગ શાહ, કેર એન્ડ ક્યોર ના હિરેન મહેતા, મોડાસા નગપાલિકાના પ્રમુખ નીરજ શેઠ ઉપસ્થિત રહ્યા હતા જેમનું સન્માન બુકે અને શાલથી કરવામાં આવ્યું હતું. નાટકના પ્રસ્તુત કર્તા અલ્પેશ શાહ, સિનિયર આર્ટિસ્ટ ગૌરાંગભાઈ (જે ડી) નું પણ શાલ અને બુકે થી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સીઇબી ઈસ્માઈલભાઈ દાદુ, ચેરમેન શ્રી પંકજભાઈ બુટાલા, પ્રમુખ શ્રી રમણભાઈ પ્રજાપતિ, પ્રોજેક્ટ કન્વીનર મયુરભાઈ બુટાલા, સોવેનીયર કન્વીનર જગદીશભાઈ ભાવસાર, મંત્રીશ્રી મુકુન્દ શાહ, ઉપ-પ્રમુખ શ્રી નરેન્દ્ર ભાઈ શાહ અને પ્રવીણભાઈ પટેલ, સહમંત્રી શ્રી મનીષભાઈ ભાવસાર અને નયનભાઈ કોઠારી તથા ખજાનચી જયેશભાઈ ગાંધી મંડળીના મેનેજર નરેશભાઈ શાહ અને સ્ટાફ મિત્રો તથા એસોસિએશનના સલાહકાર બોર્ડના સભ્યશ્રીઓ, કારોબારી સભ્યશ્રીઓ અને સામાન્ય સભ્યશ્રીઓ 1500થી પણ વધુ એ ઉપસ્થિત રહી કાર્યક્રમની માણ્યો હતો.