મોડાસા ખાતે ધી અર્બુદા સહકારી બચત અને ધિરાણ મંડળીને એના ૨૫ વર્ષ પૂરા થવાના અવસરે રજત જયંતિ મહોત્સવ મંડળીના ચેરમેન હરેશભાઈ એન પટેલના પ્રમુખસ્થાને યોજવામાં આવ્યો હતો સમારોહનું ઉદઘાટન પદ્મશ્રી વરિષ્ઠ પત્રકાર દેવેન્દ્રભાઈ પટેલે દીપ પ્રગટાવીને કર્યું હતું.પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ મંડળીની સેવાઓને બિરદાવી તમામ સભાસદ ભાઈ-બહેનો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલ આ રજતજયંતી મહોત્સવના પ્રારંભે મંડળીના ચેરમેન હરેશભાઈ પટેલે ઉપસ્થિત મહેમાનો અને સૌ આમંત્રિત સહકારી આગેવાનો અને સભાસદ ભાઈ બહેનોને હદયુર્વક આવકાર્યા હતાં અને સ્થાપનાથી અત્યાર સુધીના મંડળીનો પ્રગતિ અહેવાલ રજૂ કર્યો હતો તે બાદ એમડી મુળજીભાઈ પટેલે ૨૫ વર્ષના મંડળીના વહીવટ અંગે વિગતો રજૂ કરી હતી .મંડળીના ડિરેક્ટર કનુભાઈ સી પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું ઉદ્ઘાટક દેવેન્દ્રભાઈ પટેલે પોતે અગાઉ આ મંડળીની લીધેલી મુલાકાત દરમિયાન મેળવેલી જાણકારીમાં ખાસ કરીને ઝીરો વાઉચરથી થતા મંડળીના પારદર્શક વહીવટ અને ૯૯ ટકા સુધીની વસુલાત થી પોતે પ્રભાવિત થયા હોવાનું જણાવ્યું હતું અને આ મંડળી ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભરછાઓ પાઠવી હતી અને રજત જ્યંતિ ઉજવણી પ્રસંગે ચેરમેન હરેશભાઈ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સને અભિનદન પાઠવ્યા હતા તેમણે ઉદાહરણો ટાંકીને ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિના વિકાસ અંગે ખ્યાલ આપ્યો હતો જે અન્ય રાજ્યોમાં જેવા મળતો નથી સનાતન હિન્દુ ધર્મ આચાર્યપરિષદનામહાસચિવ પૂજ્ય ડો સ્વામી ગૌરાંગશરણ દેવાચાર્ય એ આ અવસરે મંડળીની આ પ્રગતિને બિરદાવી ચેરમન અને ડિરેક્ટર્સ ને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી અને માનવમાં જીવનમાં ધર્મ અને અધ્યાત્મની ઉપયોગિતા અનેક દિલ સ્પર્શી ઉદાહરણો ટાંકીને રજૂ કરી હતી સાબરકાંઠા અને અરવલ્લી ખેતી બેંકના ચેરમેન અને રાજ્ય ખેતી બેંકના પૂર્વ વાઇસ ચેરમેન અને ભોજન દાતા ફલજીભાઈ જી પટેલે પ્રાસંગિક પ્રવચનમાં મંડળીના યશસ્વી ૨૫ વર્ષને બિરદાવ્યા હતાં અને તેમના વરદ હસ્તે ઉપસ્થિત ૬ જેટલા સભાસદોને ભેટ વિતરણ કરવામાં આવ્યું હતું મંડળીના બે સભાસદો ધર્માભાઈ પટેલ (કુડોલ) અને મોડાસા સાયન્સ કોલેજ પ્રિન્સિપાલ કનુભાઈ પટેલે પોતાના પ્રતિભાવો આપ્યા હતા અને મંડળીની પગતિની પ્રશંસા કરી હતી.આ અવારે મંડળીના ડિરેક્ટરો ગોકળદાસ પટેલ,પ્રભુદાસભાઈ પી પટેલ,જેઠાભાઈ સી પટેલ,કાંતિભાઈ પટેલ, નરેન્દ્રભાઈ પટેલ,દિનેશભાઈ વી પટેલ ,રિતેશકુમાર અર્ચ પટેલ,પ્રિતેશકુમાર જી
પટેલ,શ્રીમતી મધુબેન કે પટેલ તેમજ અર્બુદા મહિલા બચત મંડળીના ચેરમેન કિરણબેન પટેલ અને મહિલા ડિરેક્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા અંતેમાં મેનેજર ચીમનભાઈ પટેલે આભાર દર્શન કર્યું હતું કાર્યકર્મના સફળ બનાવવા મંડળીમાં મેનેજ ચોમનભાઈ અને અલ્પેશભાઈ તેમજ હેમલ પટેલ સહિત કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી