*ભિલોડા તાલુકાના ટાકાટુકા ગામની ધી ટાકાટુકા દુધ ઉત્પાદક સહકારી મંડળી લી. ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ*


*આજ રોજ તારીખ. 1-5-2025 ને ગુરૂવારના રોજ ધી ટાકાટુકા દુધ ઉત્પાદક સહકારી મંડળી લી. ની 49મી વાર્ષિક સાધારણ સભા મંડળીના ચેરમેન - શામળભાઈ કે.પટેલ ના અધ્યક્ષ સ્થાને મંડળીના સભાખંડમાં યોજાઈ હતી.જેમાં મંડળીના સભાસદોને બહારનો નાસ્તો ના કરાવતા મંડળીમાં જ મંડળીના અમુલ મોલમાંથી આઈસ્ક્રીમ, કેસર દુધ, સાબર ટોસ સહિત સાબર નમકીનનું વિતરણ કર્યું હતું.સૌ-પ્રથમ પહેલગામ આતંકવાદી હુમલા દરમિયાન મૃતકોની યાદમાં બે મિનિટનું મૌન પાડી, સાધારણ સભા નું કામકાજ શરૂ કર્યું હતું.**સર્વે સભાસદોમાં સહકાર થી સમૃદ્ધિની ભાવના પેદા થાય અને પોતાની જ સંસ્થામાં વફાદાર રહે પોતાની સંસ્થાઓનો માલ-સામાન ઘરે લઈ જાય તેવો ભાવ પેદા થાય તેવું આજ રોજ આયોજન કર્યું હતું.*

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P