*અરવલ્લી :- ભિલોડા :- મોડાસા થી રણુંજા (રામદેવરા) એસ.ટી.બસ સેવા નો આજથી શુભારંભ...*

 *ભાવિક-ભક્તો સહિત મુસાફરોમાં અત્ર-તત્ર-સર્વત્ર આનંદની લાગણી પ્રસરી...ગુજરાત રાજયની પ્રથમ મોડાસા - રણુંજા (રામદેવરા) એસ.ટી બસ સેવા નો આજથી શુભારંભ, ભિલોડા એસ.ટી.બસ ડેપોમાં એસ.ટી.બસને લીલી અને કેસરી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું, એસ.ટી.બસ ના ડ્રાઈવર, કંડકટર ને કુંમ-કુંમ તિલક કરીને, હાર પહેરાવી, શ્રીફળ વધેરી ને પ્રસ્થાન કરાવ્યું હતું.*ભા



રતીય મજદુર સંઘ અને જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન ધ્વારા આયોજીત મોડાસા - રણુંજા (રામદેવરા) એસ.ટી.બસ ના " સ્વાગત વધામણા " કાર્યક્રમ પ્રસંગે ભિલોડા તાલુકા ભાજપ સંગઠન - પ્રમુખ મનોજભાઈ પટેલ, જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન - પ્રમુખ જીતકુમાર ત્રિવેદી, મંત્રી કાંતિલાલ પટેલ (માંધરી), ભારતીય મજદુર સંઘ - એસ.ટી મહામંત્રી જગદીશભાઈ પટેલ, સામાજીક સેવાભાવી આગેવાન રામઅવતાર શર્મા, ભાજપ અગ્રણીઓ ડો. રાકેશભાઈ બોડાત, શૈલેષભાઈ કોટવાલ, શ્યામભાઈ પરમાર, ભિલોડા એસ.ટી.બસ ડેપો - T.I. દિપકકુમાર સુથાર, A.T.I. મહેન્દ્રસિંહ ચંપાવત, મુકેન્દ્રસિંહ સિસોદિયા, રાજેન્દ્રસિંહ ચંપાવત, ઉપેન્દ્રસિંહ ચંપાવત, જગતસિંહ વાધેલા સહિત ભારતીય મજદૂર સંઘ ના કાર્યકર્તાઓ, એસ.ટી સ્ટાફ પરિવાર તેમજ મુસાફરોની ઉપસ્થિતિ દરમિયાન નવિન એસ.ટી.બસ નું ભિલોડા એસ.ટી.બસ ડેપોમાં સ્વાગત વધામણા કરીને પ્રસ્થાન કરાવ્યું હતું.સામાજીક આગેવાનો કલ્પેશભાઈ ચૌહાણ, સાગરકુમાર જોષી, જશુભાઈ પંડયા, અશ્વિનભાઈ પ્રજાપતિ, દિનેશભાઈ ચૌહાણ, ચેતનસિંહ કચ્છાવા, શિવજીભાઈ મુંગડ, સંજયભાઈ પંચાલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.*

*જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન ઉપ પ્રમુખ રામઅવતાર શર્મા એ મુસાફરો ને પેંડા વહેંચી મોં મીઠું કરાવ્યું, અશ્વિનભાઈ પ્રજાપતિ (આદિનાથ પ્રિન્ટીગ પ્રેસ) વાળા એ આ એસ.ટી. બસમાં બે મિનરલ પાણીના જગ દાનમાં આપ્યા હતા.રાજસ્થાન રાજયના મારવાડ વિસ્તારને જોડતી નવિન એસ.ટી.બસ નો શુભારંભ કરાતા સર્વે ભાવિક - ભક્તો સહિત મુસાફરોમાં અત્ર-તત્ર-સર્વત્ર આનંદની લાગણી પ્રસરી હતી.*

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P