ભારત વિકાસ પરિષદ, મોડાસા શાખા ની વાર્ષિક સામાન્ય સભા
0
એપ્રિલ 28, 2025
એપ્રિલ 28, 2025
ભારત વિકાસ પરિષદ મોડાસા શાખા જે સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા, સમર્પણ ના મુખ્ય ઉદ્દેશ્ય સાથે મોડાસા માં કાર્યરત છે ત્યારે મોડાસામાં બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે રાજેન્દ્રસિંહ રાણા (પૂર્વ સાંસદ સભ્ય, ભાવનગર), ની પ્રેરક ઉપસ્થિતિમાં ભારત વિકાસ પરિષદ ની વાર્ષિક સામાન્ય સભા યોજાઇ હતી, સાથે ઇસનપુર શાખાના તથા મધ્ય પ્રાંત કોર કમિટી સભ્ય વિનોદભાઈ શાહ અને ગાંધીનગર- અરવલ્લી- સાબરકાંઠા ભારત વિકાસ પરિષદ ના વિભાગીય મંત્રી ચંદ્રકાંતભાઈ રાવલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ચંદ્રકાંતભાઈ રાવલે વર્ષ 2025-26 માટેની નવી કારોબારી સમિતિની જાહેર કરાઇ હતી, જેમાં સુમંતભાઈ પટેલ પ્રમુખ, મૌલિકભાઈ પટેલ મંત્રી, જયેશભાઈ ગાંધી ખજાનચી તેમજ મિતલબેન સોની મહિલા સંયોજિકા તરીકે ના મુખ્ય હોદ્દાઓ સાથે અન્ય હોદ્દેદારો જાહેર કરવામાં આવ્યા હતા. સાથે પ્રેરણાદાયી વક્તવ્ય આપતા રાજેન્દ્રસિંહ રાણાએ આજના સમયમાં કૌટુંબિક વ્યવસ્થાનું મહત્વ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજીની સમાજ જીવન પર સારી ખોટી પ્રભાવી અસરો વિષય સાથે પ્રવચન આપતા વર્તમાન યુગમાં તેનો સકારાત્મક ઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગે સૌને સાંપ્રતજીવન પર વાત મુકી હતી, આ કાર્યક્રમનુ હીતેશભાઇ પટેલ દ્વારા સફળ સંચાલન કરી સમગ્ર કાર્યક્રમ ના અંતે ઉપસ્થિત સૌ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો..

