બાદરપુરા ગુરુગાદીના સ્વ. લાલજીદાસ વેલજીદાસની ૪૭ મી પૂણ્યતિથિ નિમિત્તે ભજન સંધ્યા યોજાઈ
0
એપ્રિલ 29, 2025

મોડાસા ડુગરવાડા કબીર કુટિર, મહંતશ્રી બાલકદાસ સાહેબ દ્વારા સ્મરણાંજલિ રુપે ભજન સંધ્યા યોજવામાં આવી. દેવરાજ ધામ, મોડાસા ભાવિ ઉતરાધિકારી જન્મેજય મહારાજ, જીવદયા પ્રેમી અને સમાજસેવી નિલેશભાઈ જોષી, જાયન્ટ્સ મંત્રી વિનોદ ભાવસાર, માલપુર .ધનસુરા સામૂહિક આરોગ્ય કેન્દ્રના વડા ડો. ગોસ્વામી, હિતેશ શર્મા, ગઝલકાર અશ્વિનભાઇ આ પ્રસંગે ઉપસ્થિત રહી કબીર કુટિર એક ભજનભાવ સહિત સમાજસેવાનું માધ્યમ બને એવી અંતર ભાવના સહ સદગતના આત્માની શાંતિ માટે શબ્દપુષ્પ અર્પણ કર્યા હતા.આ પંથકના વિખ્યાત સાજીંદાઓ સાથે જન્મેજય મહારાજે તાલબદ્ધ સુરિલા સ્વરમાં ભજનની ધારા વહાવી હતી. સહુની ભાવસભર ઉપસ્થિતિ બદલ હ્રદયપૂર્વક આભાર મહતશ્રી બાલક દાસજી પરિવાર દ્વારા માનવામાં આવ્યો હતો.