મોડાસા ઇસ્કોન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માં ગૃહરાજ્યમંત્રી અમિત શાહના ધર્મપત્ની અને બહેને આશીર્વાદ લીધા


અરવલ્લી જિલ્લા મોડાસા શહેરમાં વિશ્વભરમાં જેવો ભગવાન કૃષ્ણની ભક્તિનું આંદોલન ચલાવી રહ્યા છે એવા ઇસ્કોન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમમાં દેશના ગૃહરાજ્યમંત્રી અમિત શાહના ધર્મપત્ની સોનલબેન શાહ અને તેમના બહેન ઇસ્કોન મંદિર મોડાસાના આમંત્રણ ને માન આપી ભગવાન કૃષ્ણ. ભગવાન શ્રીનાથજી. ભગવાન નરસિંહમાં. અને સંતોના આશીર્વાદ મેળવ્યા અમિત શાહના ધર્મપતિ સોનલબેન શાહનું સ્વાગત અરવલ્લી જિલ્લા કલેકટર શ્રીતથા જિલ્લા વિકાસ અધિકારી ઇસ્કોન મંદિરના પ્રમુખ મનુભીસ્ટમદાસ ઇસ્કોન મંદિરના સંતો મહંતો શહેરના સામાજિક કાર્યકરો ડો ઘનશ્યામ શાહ  નિલેશ જોશી પિયુષ પટેલ પ્રશાંત પટેલ અને શહેરીજનો દ્વારા ભગવાન કૃષ્ણના કીર્તન સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મંદિરના નિર્માણમાં ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ ના પરિવારનો પણ ફાળો રહેલો છે ત્યારે ઇસ્કોન મંદિર પ્રમુખ દ્વારા તેમનો આભાર માનવામાં આવ્યો હતો

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P