શ્રી એન. એસ પટેલ લો કૉલેજ મોડાસાનું ગૌરવ
0
એપ્રિલ 30, 2025

તાજેતરમાં હેમ. ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ દ્વારા વિવિઘ ફેકલ્ટીના ડીનની 5 વર્ષ માટે નિમણૂંક કરવામાં આવી છે જેમાં અરવલ્લી જિલ્લાના શ્રી એમ. એલ. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી એન.એસ. પટેલ લો કૉલેજ, મોડાસાના પ્રિન્સિપાલ ડો રાજેશ વ્યાસની લો ના ફેકલ્ટી ડીન તરીકે વરણી કરવામાં આવી છે જે ફકત મોડાસા જ નહીં પરંતુ સમગ્ર અરવલ્લી જિલ્લા માટે આનંદ અને ગૌરવની વાત છે. આ નિમણૂકથી જિલ્લાના કાયદા સાથે સંકળાયેલા તમામની સાથે સાથે શિક્ષણ જગતમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. સદર નિમણુંક બદલ કૉલેજ કેળવણી મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ શાહ (મામા) અને મંડળના તમામ સભ્યોએ ડો વ્યાસને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે અને સાથી પ્રિન્સિપાલ મિત્રો અને તમામ કૉલેજના સ્ટાફ મિત્રોએ ખુશીની લાગણી વ્યક્ત કરી છે