ભિલોડામાં હાથમતી નદી કિનારે પવિત્ર પાવન નયનરમ્ય અલૌકિક ધાર્મિક વાતાવરણમાંશ્રી
મહાકાળી મંદિર પરિસરમાં ચૈત્રી નવરાત્રી મહોત્સવ અને નોમ નિમિત્તે ભકિતભાવ પુર્વક ભક્તિમય માહોલમાં નવચંડી હવન યોજાયો હતો.માંઈ-ભકતો દર્શનાર્થે ઉમટયા હતા.માંઈ-ભક્તો એ નવચંડી હવનની પુર્ણાહુતી દરમિયાન શ્રીફળ અને કમળનો હોમ આપી દર્શન કરીને પ્રસાદી મેળવી ધન્યતા અનુભવી હતી.શ્રી મહાકાળી સેવા ટ્રસ્ટ, ટ્રસ્ટીઓ, આયોજકો, યજમાનો, શ્રધ્ધાળુ ભાવિક - ભક્તો સહિત ગ્રામજનો એ નવચંડી હવનના ધાર્મિક કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.