અરવલ્લી ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી ગાડીમાંથી એલસીબી પોલીસે વિદેશી દારૂનાજથ્થા સાથે બે ને દબોચ્યા...
0
એપ્રિલ 09, 2025
એપ્રિલ 09, 2025
અરવલ્લી જિલ્લામાં ગવર્મેન્ટ ઓફ ગુજરાતના પાટિયા મારીને રોફ જમાવવાના કિસ્સાઓ બહાર આવી રહ્યા છે અગાઉ ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી ગાડીમાંથી ગૌમાસનો જથ્થો ઝડપાયો હતો ત્યારે હવે વિદેશી દારૂ જથ્થો એલસીબી પોલીસે પકડી પાડેલ છે જિલ્લા સેવાસદન તેમજ જિલ્લા પંચાયત સહિતના જિલ્લાના માર્ગો પર નિયમો અને ટેક્સી પાસીગ વિનાના વાહનો પર ગવર્મેન્ટ. ઓફ ગુજરાત લખેલા પાટીયા સાથે કેટલીય ગાડીઓ ફરતી દેખાય છે આમ સરેઆમ નિયમોના જાહેરમાં ધજાગરા ઉડતા હોય છે અરવલ્લી એલસીબી પોલીસે મોડાસાના ડુંગરી વિસ્તારમાંથી ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી બોલેરો ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો એલસીબી પીઆઇ એચપી ગરાસીયા સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે મળેલ બાતમી આધારે સર્વોદયનગરના ભંગારીયા વાસ થઈ મહાકાળી મંદિર તરફ દોડાવેલી બોલેરો કારનો ફિલ્મી ઢબે પીછો કરી ૫૬૩૫૧/ નો ૪૦૩ વિદેશી બોટલ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો બોલેરો સહિત 5,56,351/ નો મુદાબાદ સહિત-૧) કલ્પેશકુમાર સોમાભાઈ કોટવાલ નાની ઈસરોલ બ(૨) દીપક ઉર્ફે અમૃત સલાટ સર્વોદયનગર ડુંગરીને ઝડપી પ્રોહીબિશન એકટ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે

