મોડાસામાં શ્રી બાલકનાથજી મંદિર ખાતે પરમ કૃપાળુ પ્રભુ શ્રી જગન્નાથજી ના સાનિધ્યમાં રથયાત્રા ઉત્સવ સમિતિ મોડાસાની વર્ષ 2025 ની પ્રથમ મીટીંગ મળી.
0
એપ્રિલ 07, 2025

મોડાસા બાલકનાથજી મંદિરમાં રથયાત્રા સમિતિની જનરલ મીટીંગ યોજાઇ આ મીટીંગ ની શરૂઆતમાં રથયાત્રા ઉત્સવ સમિતિના કાર્ય સાથે વર્ષોથી જોડાયેલ અને અથાક સેવા આપેલ જે હાલ પ્રભુશરણ થયેલ છે તેવા સ્વર્ગસ્થ શ્રી અમરતભાઈ બી. ભાવસાર, અતુલભાઇ જે. ભાવસાર, મુકેશભાઈ આર .ભાવસાર, શુસિ કુમાર મોરે. ના માનમાં સૌ પોતાના સ્થાન પર ઊભા થઈ મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આજની રથયાત્રા ઉત્સવ સમિતિ મોડાસાની મીટીંગમાં એજન્ડા મુજબ નવ નિયુક્ત હોદ્દેદારોની વરણીની જાહેરાત કરવામાં આવી, જેમાં પ્રમુખ તરીકે શ્રીભરત કુમાર જી. ભાવસાર ની નિયુક્તિ કરવામાં આવી .જેઓએ 18 વર્ષ મંત્રી તરીકે સેવાઓ આપેલ છે, મંત્રી તરીકે શ્રી જયેશ કુમાર એસ ભાવસાર. ઉપપ્રમુખ તરીકે શ્રી ચંદ્રેશભાઇ ગાંધી. બીજા ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ આર. ભાવસાર. સહમંત્રી તરીકે પરેશભાઈ શાહ. ખજાનચી તથા આંતરિક ઓડિટર શ્રી ધર્મેન્દ્ર ભાઈ ભાવસાર. સહ ખજાનચી કાર્તિકભાઈ શાહ. અને એડવાઈઝર તરીકે પૂર્વ પ્રમુખ દિલીપભાઈ ભાવસાર. આ ઉપરાંત કારોબારી સભ્યો તરીકે ભાવેશભાઈ એસ ભાવસાર. રાકેશભાઈ પી પટેલ. ઋષિ ભાઈ એસ ભાવસાર. કેતનભાઇ પરમાર. ચેતનકુમાર રમણલાલ ભાવસાર. આ સર્વેને પૂર્વ પ્રમુખ દિલીપભાઈ ભાવસાર દ્વારા તિલક કરી પદ અર્પણ કરવામાં આવ્યા.ખરેખર તો આ તમામ સેવા ભાવી કાર્યકરોને એક વ્યવસ્થાના ભાગરૂપે જવાબદારી સોંપવામાં આવેલ છે. જનરલી સૌ સાથે મળી મોડાસા નગરમાં એક વિશાળ રથયાત્રા ઉત્સવનું આયોજન કરવામાં પોતાનો કીમતી સમય ફાળવી સેવા કાર્ય કરે છે. મોડાસા નગર ની શ્રી જગન્નાથજીની રથયાત્રા સૌ જન જન ના સહયોગથી, સૌના સાથ થી શોભાયમાન થાય છે, અષાઢ સુદ બીજ ના દિવસે શ્રી પ્રભુ જગન્નાથજી સ્વયંમ ભક્તોને દર્શન આપવા સામે ચાલી આવે છે, આ એક શ્રી પ્રભુ જગન્નાથજી ની કૃપા છે.આગમી શ્રી જગન્નાથજીની રથયાત્રા અષાઢ સુદ બીજ તારીખ 27/06/2025. ને શુક્રવારના રોજ આવતી હોઇ રથયાત્રા ઉત્સવ સમિતિ મોડાસા દ્વારા તૈયારી માટે વ્યવસ્થાના ભાગરૂપે મિટિંગનો દોર શરૂ થયેલ છે.