નહેરુ માર્ગ એસોસિએશન સંચાલિત શુભ લાભ કોમ્પલેક્ષમાં વોટર કુલર ભેટ મળ્યુ...
0
એપ્રિલ 07, 2025
એપ્રિલ 07, 2025
મોડાસા નગરના નેહરુ માર્ગ એસોસિએશન સંચાલિત નવીન શુભ લાભ કોમર્શિયલ કોમ્પ્લેક્સ માં આ કાળઝાળ ઉનાળામાં બજારમાં ખરીદી માટે આવતા ગ્રાહકો રસ્તે જનાર રાહદારીઓ તથા વેપારીઓ માટે ઠંડા પાણીની સગવડ માટે વોટર કુલર કાયમી ધોરણે દાતાશ્રી ગોદાવરીબેન રણમલ મહેશ્વરી દ્વારા શ્યામ પરિવારે ભેટ આપેલ નગરપાલિકા પ્રમુખ નિરજ શેઠના વરદહસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું આ પ્રસંગે નગરના નગરજનો શુભ લાભ કોમ્પલેક્ષના વેપારીઓ તથા શ્યામ પરિવારના સભ્યો ઉપસ્થિત રહેલ હતા તેઓ માટે વેપારીઓએ આભાર માન્યો હતો


