મોડાસા થી ગોધરા રોડ ઉપર ત્રણ કિલોમીટર અંતરે આવેલું આનંદપુરા કંપા ગામ જે ઈ.સ 1949 માં ગામ વસેલું છે ત્યારે ગામની વસ્તી અંદાજે 60 થી 70 માણસોની હતી . અને 1995 ની સાલમાં હનુમાનદાદાનું નવીન મંદિર બનાવી મંદિરનીપ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારથી આજ સુધી રામનવમી નો પ્રોગ્રામ ઉજવાય છે અને 2016 માં મંદિરમાં સુધારા વધારા કરી મંદિરનું નામ કરણ શ્રી આનંદમુખી હનુમાન મંદિર કરવામાં આવ્યું રોજ સવારે 8 થી 10 વાગ્યા સુધી હનુમાનદાદા ના મંદિરે ધજાનો તેમજ હનુમાન દાદાના વાઘાના ચડાવો થાય છે તેમજ આરતી થાય છે ત્યારબાદ ગામની ફરતે ધારાવડી કરવામાં આવે છે અને ત્યારબાદ સમૂહ ભોજન લેવામાં આવે છે અને સાંજે 7:00 વાગ્યા થી સવારના 4:00 વાગ્યા સુધી 108 વખત સુધી સતત હનુમાન ચાલીસા ના પાઠ કરવામાં આવે છે જેમાં ગામના સૌ હરિભક્તો જોડાયેલા હોય છે. અને અત્યારે ગામની વસ્તી 300 માણસોની આસપાસ છે