શ્રી પ્રાણનાથ જ્ઞાન પીઠ સરસાવા ના શ્રી રાજન સ્વામી ની ત્રિદિવસીય બ્રહ્મજ્ઞાન શિબિર મોડાસા માં સંપન


 અરવલ્લી જિલ્લાના મોડાસામાં (ખલીકપૂર )ખાતે ત્રિ દિવસીય બ્રહ્મજ્ઞાન શિબિર નું આયોજન ચાવડા પરિવાર ના માતૃશ્રી પાનબાને 100 વર્ષ પૂરા થતા શ્રી રાજન સ્વામી ની નિશ્રામાં હજારો ભક્તોએ ત્રિ દિવસીય બ્રહ્મજ્ઞાન શિબિર નો લહાવો લીધો હતો .શ્રી રાજન સ્વામી એ જણાવ્યું હતું મસ્જિદ, ગુરુદ્વાર ,ચર્ચ માં સરકાર નો વહીવટ નથી હોતો પણ હજારો મંદિરો માં સરકાર શ્રી વહીવટ કરે છે જેમાં હિન્દુઓએ આપેલી દાનની રકમ અન્ય જગ્યાએ વપરાતી હોય છે જો એ જ દાનની રકમ થી ગામડે ગામડે  ગુરુકુળ ખોલવામાં આવે અને ભારતીય સંસ્કૃતિ વેદો, વૈદિક ગણિત જેવું જ્ઞાન આપવામાં આવે તો ગરીબાઈ બેરોજગારી દૂર થાય તેવું જણાવ્યું હતું. શ્રી રાજન સ્વામી નું સન્માન વિવિધ ધાર્મિક સામાજિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું હતું .જલારામ મંદિર ટ્રસ્ટના નરેશ પારેખ , જીવદયા પ્રેમી નિલેશ જોશી ચામુંડા મંદિર પ્રમુખ ઈશ્વર ભાવસાર મોડાસાના કલ્પેશ પંડ્યા પત્રકાર વિનોદ ભાવસાર શૈક્ષણિક ક્ષેત્રે જોડાયેલા અમરીશ પંડ્યા સામાજિક કાર્યકર ટીબી બામણીયા એ સ્વામી જીનું સન્માન કર્યું હતું આ સમગ્ર કાર્યક્રમ ચાવડા કાંતિભાઈ.ચંદુભાઈ,બિપીનભાઈ હેમંતભાઈ રાજ વણકર. સોમભાઈ બારીયા દ્વારા કરવામાં આવ્યું હતું ભક્તજનોને જ્ઞાન શિબિર બાદ મહાપ્રસાદ ની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P