મોડાસા સાયન્સ કોલેજ ના અધ્યાપક દ્વારા મેઘરજ ની અંતરિયાળ શાળા મા ગ્લુકો બિસ્કીટ્સ ગણવેશ નું વિતરણ કર્યું




શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ મોડાસા અરવલ્લી ના રસાયણ શાસ્ત્ર ના સમાજ સેવી અધ્યાપક  મનોજ દ્વારા મેઘરજ ની પહાડિયા શાળામાં પ્રેરક પ્રવચન, નવી ભુવાલ મા સરપંચશ્રી વાલી મિત્રો ની હાજરી મા પ્રવચન, સ્માર્ટ વ્યુબોર્ડ પર માઁ અંબે ભાવ ગીત, હમ કો મન કી શક્તિ દેના મન વિજય કરે..દૂસરો કી જય સે પહલે ખુદ કી જય કરે.... તમામ 28 બાળકો ને ગણવેશ સહાય કરી હાજર બહેનોને રક્ષા પોટલી બંધન દીકરી જોડે કરાવી પારલેજી બિસ્કીટ્સ નું વિતરણ કરવામાં આવ્યું.

 માઁ અંબે ના સેવકે ચૈત્રી નવરાત્રી ૨૦૨૩ થી અત્યાર સુધીમાં ૩૭ લાખ બિસ્કિટસ રાજ્ય અને રાજ્ય બહાર બે હજાર જેટલા કાર્યક્રમો યોજી જરૂરીયાત વાળા બાળકો માટે ગણવેશ સેવા પોતાના સમયે સ્વખર્ચે કરી રહ્યાં છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P