મોડાસા નગરપાલિકામાં 2012 દરમિયાન થયેલ 12 કર્મચારીના ભરતી પ્રકરણ-સમયાતરે વિવાદ વંટોળે ચડેલ છે આ થયેલ ભરતી સામે ઉઠેલ ગેરરીતિઓના આક્ષેપને લઈ વિવાદ ઉઠતા રહ્યા છે ત્યારે આ ભરતીમાં અન્યાયનો ભોગ બનેલા એક ઉમેદવારે આ ભરતીને લઈ યોજાયેલા ઇન્ટરવ્યનાગુણપત્રકોની એફ એસ.એલ તપાસની માગ રાજ્યના રાજ્યપાલ સમક્ષ ઉઠાવેલ છે આ બાબતે ગત બુધવારના રોજ આ ઉમેદવારે જાહેર માર્ગ તથા મંદિર આગળ ઉભા રહી આ વિવાદી ભરતી પ્રકરણે ફંડ સાથે નગરજનોનો સહકાર માગી અનોખો વિરોધ પ્રદર્શિત કરતા પુનઃ આ વિવાદ ચર્ચાના એરણે ચડ્યો છે
આ અંગે વિગતવાર જોઈએ તો 2012માં નગરપાલિકા મંજૂર મહેકમના આધારે 12 કર્મચારીઓની ભરતી કરાયેલ અને તત્કાલીન પ્રમુખ દ્વારા નિમણૂક પામેલા ઉમેદવારોને નિમણૂક ઓર્ડર અપાયા હતા પરંતુ આ ભરતી જરૂરી ન્યાયિક પ્રણાલી અનુસાર નહિ કરાઈ હોવાના અને ભરતીમાં મોટાપાયે ગેરરીતિઓના આક્ષેપો ઉઠતાં આ ભરતી તત્કાલીન જિલ્લા કલેકટર દ્વારા રદ્દ કરાયેલ હતી આ પ્રકરણ નગરપાલિકા નિયામક અને ત્યારબાદ પ્રાદેશિક ગુણપત્રકોની એફ એસ એલ તપાસ સાથે તાજેતરમાં રાજ્યપાલ શ્રીને લેખિતમાં રજૂઆત કરાતા આ અરજીને લઈ યોગ્ય કાર્યવાહી માટે શહેરી વિકાસ વિભાગને જાણ કરાયેલ છે આ અન્યાયનો ભોગ બનનાર ઉમેદવાર સંજયભાઈ કડિયા દ્વારા આ ગેરકાયદેસર ભરતીથી નગરપાલિકાને ચારથી પાંચ કરોડનું નુકસાન થયું હોવાનો આક્ષેપ કરીને અનોખો વિરોધ દર્શાવ્યો હતો આ ઉમેદવારે જરૂરી આર્થિક સહયોગ સાથે નગરજનોના સહકારની અપેક્ષા સાથે નગરના જાહેર માર્ગો તથા દુકાને દુકાને મંદિરે મંદિરે ફરી મદદની ટહેલ નાખી હતી. કેટલાય સમજુ નગરજનોએ મદદ કરી યોગ્ય સહકારની ખાતરી આપેલ હતી